કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, કચ્છ, પંચમહાલ, દાહોદમાં સામાન્ય વરસાદ. નવસારી, વલસાડ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, દાદરા નગર હવેલીમાં સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. છેલ્લા 24 કલાકમાં 30 થી વધુ તાલુકાઓમાં વરસાદ પડ્યો.
આ પણ વાંચો : ગુજરાતમાંથી ચોમાસાએ લીધી વિદાઈ? જાણો 5 દિવસ રાજયમાં કેવું રહેશે વાતાવરણ
દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં ડિપ્રેશન એક ચક્રવાતી વાવાઝોડામાં પરિણમ્યું છે અને વાવાઝોડું 17 ઓક્ટોબરની સવારે પુડુચેરી અને નેલ્લોર વચ્ચેના દરિયાકાંઠે અથડાયું. 45 કમની ઝડપથી સવાર સવારમાં જ આ તોફાન ત્રાટક્યું છે. 50 થી 60Km ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. કેરળ, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા ભારેથી અતિભારે વરસાદના કારણે હાલાત ખરાબ છે. હવામાન વિભાગે આજે અને આગામી 3 દિવસ સુધી આ ત્રણ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની અત્યંત ભારે આગાહી કરી છે.
આ પણ વાંચો : 7 દિવસ વરસાદ! હવામાન વિભાગની ભારે આગાહી, ક્યાં જિલ્લાઓને ધમરોળશે મેઘરાજા?
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ ચક્રવાતી તોફાનની અસર કેરળ, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશ ઉપરાંત મહારાષ્ટ્ર, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં પણ જોવા મળી શકે છે. આજે અને આગામી 2 દિવસ મુંબઈ અને મહારાષ્ટ્રમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. બેંગ્લુરુ, હૈદરાબાદ, રાયલસીમા, કોલકાતા, અને ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે તેવી સંભાવના છે.
પૂર્વોત્તર મોનસૂન અને બંગાળની ખાડીમાં હવામાનની હલચલના કારણે કેરળ કર્ણાટક તેંલગાણા, આંધ્ર પ્રદેશ, કોંકણ, મહારાષ્ટ્ર, અને ગુજરાતના દક્ષિણી ભાગોમાં મૂશળધાર વરસાદની શક્યતા જતાવવામાં આવી છે. હવામાન ખાતાએ આ વિસ્તારો માટે યલ્લો એલર્ટ જાહેર કરેલું છે. હવામાન ખાતાએ જણાવ્યું કે આ ઉપરાંત આજુબાજુના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે!
હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી મુજબ આગામી 17 થી 24 ઓક્ટોબર માવઠા પડી શકે. 22 ઓક્ટોબર પછી દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ સૌરાષ્ટ્રમાં માવઠા પડશે. 18 ઓક્ટોબર થી 20 નવેમ્બર અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન બનશે જે સાનુકુળ સ્થિતિ સર્જાશે તો ચક્રવાત બની શકે છે. અણધાર્યો વરસાદ રાજ્યમાં વિવિધ ભાગોમાં પડશે. આજથી અરબી સમુદ્રના વિસ્તારોમાં પવન નું જોર વધશે. 22 થી 24 ઓક્ટોબર બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાશે. ઉત્તરીય પર્વતિય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપ આવશે જેના કારણે બરફ પડશે અને ઠંડી વધશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પંચમહાલ તથા ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે. બપોર પછી ગાજવીજ સાથે વરસાદ પડી શકે. કચ્છના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે.
29-30 ઓક્ટોબર ના સમયે પશ્ચિમી વિક્ષેપ આવશે. દિવાળી ના તહેવારો માં વાદળછાયું વાતાવરણ રહી શકે. 1 થી 7 નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહેશે. બંગાળ ના ઉપસાગર માં વાવાઝોડાની અસર ના કારણે ગુજરાત માં કમોસમી વરસાદ પડી શકે. 18 થી 20 ઓક્ટોબર દરમિયાન બંગાળમાં વાવાઝોડું બનશે!
વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કેમ કે પહેલા અતિવૃષ્ટિ અને હવે માવઠાની આગાહીથી પણ ચિંતા વધી છે. છેલ્લા બે દિવસથી ગુજરાતના વિવિધ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. સામાન્યથી મધ્યમ વરસાદની સાથે થન્ડર સ્ટોમ એક્ટિવિટી પણ થશે એવી આગાહી કરવામાં આવી છે.