Vishabd | ગુજરાત પર 48 કલાક ભારે, ક્યાંક રેડ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ ગુજરાત પર 48 કલાક ભારે, ક્યાંક રેડ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
ગુજરાત પર 48 કલાક ભારે, ક્યાંક રેડ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ

ગુજરાત પર 48 કલાક ભારે, ક્યાંક રેડ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ

Team Vishabd by: Vishabd | 11:55 AM , 22 July, 2026
Whatsapp Group

મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: આગામી ૪૮ કલાક ગુજરાત માટે અત્યંત નાજુક, ક્યાંક રેડ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ.

Heavy rain alert: ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર જોર પકડી રહ્યું છે. હવામાન વિભાગ (IMD) અને હવામાન નિષ્ણાતોની આગાહી અનુસાર રાજ્યમાં 27 જુલાઈ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે. ખાસ કરીને આગામી 48 કલાક દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યમાં ૨૭ જુલાઈ સુધી વરસાદી માહોલ જામશે. દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહેવાની સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને વિવિધ જિલ્લાઓ માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

ભારે વરસાદના મુખ્ય કેન્દ્રો અને એલર્ટ

રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ

22 જુલાઈ માટે નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ બંને જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદી-નાળાઓમાં જળસ્તર વધવા અને જનજીવન પર અસર થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગે અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. આ સિવાય સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી

આ વિસ્તારમાં ભારે છૂટાછવાયા ઝાપટાં પડવાની સંભાવના

સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, વડોદરા અને ભરૂચ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદના છૂટાછવાયા ઝાપટાં પડવાની સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ દિવસ દરમિયાન વરસાદી માહોલ જામે તેવી આગાહી કરવામાં આવી છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો અને વાતાવરણમાં ઠંડક અનુભવાઈ શકે છે.

પવનનું જોર વધશે 

દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે દમણ, નવસારી અને વલસાડમાં ૬૨ થી ૮૭ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે.

તંત્રને સતર્ક રહેવા સૂચના

ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન તંત્ર, સ્થાનિક પ્રશાસન અને મહાનગરપાલિકાઓને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા, નદી-નાળાઓથી દૂર રહેવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. આગામી બે દિવસ દરમિયાન વરસાદનું જોર યથાવત રહે તેવી સંભાવના હોવાથી સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

માછીમારોને દરિયો ખેડવા ન જવા સૂચના

દરિયામાં તીવ્ર પવન ફૂંકાવાના કારણે માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવા કડક સલાહ અપાઈ છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ