Vishabd | ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસ્યો વરસાદ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસ્યો વરસાદ - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસ્યો વરસાદ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસ્યો વરસાદ

Team Vishabd by: Vishabd | 11:07 AM , 19 July, 2026
Whatsapp Group

ગુજરાત: હવામાન વિભાગે આજે રાજ્યના તમામ જિલ્લામાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં બીજા રાઉન્ડનો વરસાદી માહોલ જામ્યો છે.

તાપીના જિલ્લાના વોલોડમાં સૌથી વધુ 2.44 ઇંચ,વલસાડના  ઉમરગાવમાં 2.40 ઇંચ, વ્યારામાં 2.24 ઇંચ, ઉકાઈમાં 2.09 ઇંચ, સુરત શહેરમાં 1.93 ઇંચ, નાનાપોંઢામાં 1.22 ઇંચ, ચીખલીમાં 1.18 ઇંચ, ઉમરપાડામાં 1.10 ઇંચ, ધરમપુરમાં 1.06 ઇંચ, મહુવામાં 1.06 ઇંચ, નવસારીમાં 1.02 ઇંચ, જલાલપોરમાં 1.02 ઇંચ વરસાદ પડ્યો હતો.

સૌરાષ્ટ્રના ભાવનગર (મહુવા, ઘોઘા), દેવભૂમિ દ્વારકા (ભાનવડ), રાજકોટ (જામકંડોરણા) અને મોરબીમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યા છે. મધ્ય ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરામાં 13 મિ.મી. વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી 

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી સાત દિવસ સમગ્ર ગુજરાતમાં સામાન્ય વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાના કારણે આજે દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ, તાપી, ડાંગ તેમજ દમણ અને દાદર નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના સાથે 'યેલો અલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. અમદાવાદમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં પણ હવામાન વિભાગે ‘ઓરેન્જ ઍલર્ટ’ જારી કર્યું છે. જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા અને ભાવનગર જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના સાથે ‘યેલો ઍલર્ટ’ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો કે મધ્યમ વરસાદી પડી શકે છે.

ગુજરાતમાં વરસાદની ઘટ 

હવામાન વિભાગ જણાવ્યું કે, અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ વરસાદમાં 32 ટકાની ઘટ નોંધાઈ છે. દ્વારકામાં 96 ટકા ઓછો વરસાદ નોંધાયો છે, જ્યારે અમદાવાદમાં પણ સામાન્ય કરતાં ઓછો વરસાદ થયો છે. ચાલુ સિઝનમાં રાજ્યમાં હજી પણ વરસાદની મોટી અછત જોવા મળી રહી છે. અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 255.7 mm ની સામે માત્ર 137 mm વરસાદ નોંધાયો છે, જે 32% ઓછો છે. સૌથી ખરાબ સ્થિતિ દ્વારકાની છે, જ્યાં 233 mm ની સામે માત્ર 8.4 mm વરસાદ પડતાં 96% ની ઘટ છે. જ્યારે અમદાવાદમાં 227 mm ની સામે 115 mm વરસાદ સાથે 47% ની અછત નોંધાઈ છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ