Today Weather Update: ગુજરાતમાં 20 જુલાઈના રોજ રાજ્યના 29 જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક વિસ્તારોમાં ભારે પવન (80 કિમી/કલાકની ઝડપ) ફૂંકાવાની આગાહી છે. હવામાન નિષ્ણાતોના મતે, 21 થી 25 જુલાઈ દરમિયાન મધ્ય અને ઉત્તર ગુજરાત સહિત અમદાવાદમાં ભારે વરસાદની સંભાવના છે.
છેલ્લા કેટલાક દિવસોથી વરસાદના વિરામ (મોન્સૂન બ્રેક) બાદ હવે મેઘરાજા ફરી સક્રિય થયા છે. 19 થી જુલાઈએ રાજ્યના ઘણા ભાગોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગાજવીજ સાથે વરસાદ નોંધાઈ રહ્યો છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 20 જુલાઈ પછી રાજ્યમાં વરસાદનો નવો અને સારો રાઉન્ડ શરૂ થશે. જુલાઈના અંત સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં મોન્સૂનની અસર યથાવત જોવા મળી રહી છે. ગઇકાલે રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ જુલાઈના અંત સુધી રાજ્યમાં મેઘાવી માહોલ રહેશે. અને મોટાભાગના વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદની શક્યતા છે.
આજે 20 જુલાઈ 2026ના રોજ સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને વાવ-થરાદ વિસ્તારમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
21 થી 25 જુલાઈ 2026ના રોજ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ, અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદની શક્યતા યથાવત રહેશે. તેથી હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદને લઈને સાવચેતી રાખવાની સલાહ આપી છે.
19 જુલાઈએ લેવામાં આવેલી સેટેલાઈટ તસવીરોના વિશ્લેષણ મુજબ, ભારતનો અંદાજે 60 થી 70 ટકા વિસ્તાર વાદળોથી ઢંકાયેલો છે. દેશભરમાં ચોમાસાના વાદળોનું વિશાળ આવરણ જમ્મુ-કાશ્મીરથી લઈને ગંગાના મેદાની વિસ્તારો અને ઉત્તર-પૂર્વ ભારત સુધી ફેલાયેલું જોવા મળે છે. પંજાબથી લઈને ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તર-પૂર્વના વિસ્તારોમાં સૌથી ગીચ વાદળો છવાયેલા છે. દક્ષિણ ભારતમાં પણ વાદળોની લાંબી પટ્ટીઓ જોવા મળી રહી છે, જ્યારે પશ્ચિમ રાજસ્થાન અને તમિલનાડુના કેટલાક ભાગોમાં આકાશ પ્રમાણમાં સ્વચ્છ છે.
હવામાન વિભાગે રાજ્યમાં હાલ સર્જાયેલી વિવિધ હવામાન પ્રણાલીઓ વિશે પણ માહિતી આપી છે. મોન્સૂન ટ્રફ હાલમાં અમૃતસર, કરનાલ, હરદોઈ, રાંચી, દિઘા થઈને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી સુધી પસાર થઈ રહ્યો છે. ગંગા પશ્ચિમ બંગાળના પશ્ચિમ ભાગો અને નજીકના ઉત્તર ઝારખંડ વિસ્તારમાં સમુદ્ર સપાટીથી સરેરાશ 4.5 કિમી ઉપર અપર એર સાઇક્લોનિક સર્ક્યૂલેશન યથાવત છે.