Vishabd | ગુજરાતમાં આજે ધોધમાર વરસાદની આગાહી, ઉત્તર ગુજરાત માટે રેડ એલર્ટ, સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ, ગુજરાતમાં આજે ધોધમાર વરસાદની આગાહી, ઉત્તર ગુજરાત માટે રેડ એલર્ટ, સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ, - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
ગુજરાતમાં આજે ધોધમાર વરસાદની આગાહી, ઉત્તર ગુજરાત માટે રેડ એલર્ટ, સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ,

ગુજરાતમાં આજે ધોધમાર વરસાદની આગાહી, ઉત્તર ગુજરાત માટે રેડ એલર્ટ, સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ,

Team Vishabd by: Vishabd | 07:29 AM , 25 July, 2026
Whatsapp Group

Heavy Rain Alert: ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા 25 જુલાઈ 2026 માટે ગુજરાતમાં મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્યના વિવિધ જિલ્લાઓ માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયા છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલી આગાહી મુજબ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં અતિભારેથી અપવાદરૂપ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે જનજીવન પર અસર પડી શકે છે.

રેડ એલર્ટ

સુરેન્દ્રનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ખેડા અને ગાંધીનગર. આ વિસ્તારોમાં નીચાણવાળા ભાગોમાં પાણી ભરાવાની અને નદી-નાળા છલકાવાની સંભાવના છે.

ઓરેન્જ એલર્ટ

અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, મોરબી, બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 

યલો એલર્ટ

સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરમાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 

ઉત્તર ગુજરાતમાં મોટી આગાહી 

હવામાન વિભાગે બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ અને આણંદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ અત્યંત ભારેથી અપવાદરૂપ ભારે વરસાદ વરસી શકે છે. ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં પણ અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી 

સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ કેટલાક સ્થળોએ અતિભારે વરસાદ પડી શકે છે. દમણ અને દાદરા-નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં આજે વરસાદની આગાહી 

સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, બોટાદ અને કચ્છ જિલ્લામાં પણ વરસાદનો જોરદાર રાઉન્ડ જોવા મળી શકે છે.

હવામાન વિભાગે છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદ પડી શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને નાના નદી-નાળાઓમાં પાણીની સપાટી વધવાની શક્યતા છે.

ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના લગભગ તમામ જિલ્લાઓમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન, વીજળીના કડાકા અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ખુલ્લા મેદાનોમાં કામ કરતા લોકો, ખેડૂતો અને મુસાફરોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

નાગરિકોને સાવચેત રહેવાની અપીલ

ભારે વરસાદની આગાહીને પગલે સ્થાનિક વહીવટી તંત્ર, NDRF, SDRF અને અન્ય બચાવ ટીમોને સતર્ક રાખવામાં આવી છે. નદી-નાળા, ડેમ અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને બિનજરૂરી અવરજવર ટાળવા, પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર ન થવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. આગામી 24 કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધી શકે છે, તેથી સતત સાવચેતી રાખવાની જરૂર છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ