Vishabd | ગુજરાતમાંથી ચોમાસાએ લીધી વિદાઈ? જાણો 5 દિવસ રાજયમાં કેવું રહેશે વાતાવરણ ગુજરાતમાંથી ચોમાસાએ લીધી વિદાઈ? જાણો 5 દિવસ રાજયમાં કેવું રહેશે વાતાવરણ - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
ગુજરાતમાંથી ચોમાસાએ લીધી વિદાઈ? જાણો 5 દિવસ રાજયમાં કેવું રહેશે વાતાવરણ

ગુજરાતમાંથી ચોમાસાએ લીધી વિદાઈ? જાણો 5 દિવસ રાજયમાં કેવું રહેશે વાતાવરણ

Team Vishabd by: Majaal | 08:19 AM , 17 October, 2024
Whatsapp Group

ગુજરાતમાં હાલ છેલ્લા કેટલાક દિવસથી ઘણા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી રહ્યો છે. આ સાથે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી દિવસોમાં હજી પણ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 15 ઓક્ટોબરના રોજ ગુજરાત સહિત દેશના તમામ ભાગોમાંથી નૈઋત્યના ચોમાસાએ વિદાય લઈ લીધી છે. તો બીજી બાજુ અરબી સમુદ્રમાં રહેલી સિસ્ટમ આગળ વધીને હાલ ઓમાન પહોંચી ગઈ છે.

જેથી તેની અસર હવે ગુજરાતમાં નહીં જોવા મળે. જોકે, હજી પણ બે દિવસ સુધી કચ્છ અને સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હજી પાંચેક દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા છે.

હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે, વરસાદ લાવે તેવી સિસ્ટમ ગુજરાતથી દૂર જઈ રહી છે અને તેના કારણે હવે રાજ્યમાં વરસાદના પ્રમાણમાં પણ ઘટાડો થવાની શરૂઆત થઈ જશે.

હાલ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય છે અને તેના કારણે દક્ષિણ ભારતના વિસ્તારોમાં વધારે વરસાદ થવાની શક્યતા છે.

સાથે જણાવીએ કે, આ સિસ્ટમ જો ગુજરાતની નજીક આવશે તો ફરીથી ગુજરાતમાં વરસાદ વધવાની સંભાવના દેખાઈ રહી છે. પરંતુ જો આ સિસ્ટમ ગુજરાતથી દૂરથી પસાર થઈ તો રાજ્યમાં તેની બહુ અસર જોવા મળશે નહીં.

માત્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર દેખાઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 15 ઓક્ટોબરે (મંગળવારે) દેશના તમામ ભાગોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. એટલે ગુજરાતમાંથી ચોમાસાએ અધિકારિક રીતે વિદાય લઈ લીધી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ રિજનમાં બે દિવસ છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડશે. જ્યારે તે પછી પાંચ દિવસ વાતાવરણ સુકું રહેવાની સંભાવના છે. આ સાથે તેમણે જણાવ્યું કે, આજે આખા ગુજરાતમાં ગાજવીજ થવાની પણ આગાહી છે

Whatsapp Group
સબંધિત પોસ્ટ