rain with hail : હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે શિયાળાની સિઝનનો બીજો મજબૂત વેસ્ટન ડીસ્ટર્બન્સ દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં આવી રહ્યો છે. ત્યારે જેટ ધારા લીધે અને અને બંગાળના ભેજના કારણે અરબ સાગરના ભેજના કારણે કમોસમી વરસાદ, કરા, પવનના તોફાનો દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જમ્મુ કાશ્મીર, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, દિલ્હી અને મધ્યપ્રદેશ સુધી અને ગુજરાતના કેટલાક વિસ્તારો સુધી તેની અસર વર્તાશે.
11 અને 12 ફેબ્રુઆરીએ ફરી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેશે. તો 19 ફેબ્રુઆરીથી ગરમીની સંભાવના દેખાઈ રહી છે. 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગીસ્ટ હવામાન રહેશે, જેથી લોકોએ સાવચેતી રાખવી ખુબજ જરૂરી છે. 23 તારીખથી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળવાયુ અને કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાચો : પવન અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ!, જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી?
IMDના જણાવ્યા પ્રમાણે, ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં અથવા માર્ચની શરૂઆતમાં તાપમાનમાં ઝડપથી વૃદ્ધિ જોવા મળશે. દક્ષિણના રાજ્યોમાં અત્યારથી જ તાપમાન સામાન્યથી વધારે નોંધવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે આ રાજ્યોમાં ફેબુ્રઆરીમાં તાપમાન 30 થી 32 ડિગ્રી સેલ્સિયસ સુધી રહે છે. જ્યારે આ વખતે આ રાજ્યોમાં ફેબુ્રઆરીમાં તાપમાન 33 થી 37 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળ્યું છે.
આ પણ વાચો : વધ-ઘટ વચ્ચે કેવું રહેશે ગુજરાતનું હવામાન? જાણો હવામાન વિભાગ સાથે અંબાલાલ પટેલની નવી આગાહી
રિપોર્ટ અનુસાર કેરળના પલક્કડમાં રાતનું તાપમાન 26.6 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે જે સામાન્ય રીતે 20 થી 21 ડિગ્રી સેલ્સિયસ રહે છે. જો આ જ સ્થિતિ રહેશે તો આવનારા સમયમાં ઠંડીનો પ્રકોપ સમાપ્ત થઇ જશે અને ગરમીથી લોકોની હાલત ખરાબ થઇ જશે. હવામાન વૈજ્ઞાાનિકોના જણાવ્યા પ્રમાણે આ ફેરફારનું મોટું કારણ લા નીનાની સ્થિતિ છે. તેની અસર રવિના પાકો ઉપર પણ જોવા મળશે.