Ambalal forecast for today : ગુજરાતમાં હાલ ચોમાસામાં શ્રીકાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે ૧૨ તારીખ સુધી કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યકત કરી છે. આ સાથે તેમણે જુલાઈ મહિનાના અંતમાં પણ ભારે પવન સાથે વરસાદ લાવે તેવી સિસ્ટમ બનવાનું જણાવ્યું છે.
હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે આપેલી આગાહીમાં જણાવ્યુ છે કે, ૫ જુલાઈના રોજ વરસાદનું જોર વધુ જોવા મળશે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. બંગાળના ઉપસાગરમાં મોટું વહન બને છે. નવાઈની વાત એમ છે કે, મોન્સૂન ટ્રફ ઉપર નીચે ઉપર નીચે થયા કરે છે. તારીખ ૬ થી ૧૨ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. જેમા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
આ પણ વાચો : આજે ૯ જિલ્લામાં મેઘ તાંડવ, હવામાન ખાતાએ આપ્યું એલર્ટ
આ સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી હાલ નથી. આ વખતનું ચોમાસું બધે સરખું નથી.
આ પણ વાચો : ઉત્તર ગુજરાતના આ વિસ્તારો થશે જળમગ્ન!, ૧૦ ઈંચ સુધીનો પડશે વરસાદ!, અંબાલાલની તોફાની આગાહી
હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, ૫ જુલાઈ પછીનું વરસાદી પાણી સારું નથી. ૧૬ તારીખ સુધી ચોમાસું સારું રહેશે. જે પછી ૧૭ અને ૧૮ તારીખે ચોમાસાનું જોર ઘટી શકે છે. જુલાઈના અંતમાં બીજી સિસ્ટમ બનશે. આ સિસ્ટમને કારણે પુન વરસાદની સંભાવના રહેશે. જુલાઈના છેલ્લા સપ્તાહમાં પવનની ગતિ વધારે રહેવાની સંભાવના છે.