Vishabd | આજે ૯ જિલ્લામાં મેઘ તાંડવ, હવામાન ખાતાએ આપ્યું એલર્ટ આજે ૯ જિલ્લામાં મેઘ તાંડવ, હવામાન ખાતાએ આપ્યું એલર્ટ - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
આજે ૯ જિલ્લામાં મેઘ તાંડવ, હવામાન ખાતાએ આપ્યું એલર્ટ

આજે ૯ જિલ્લામાં મેઘ તાંડવ, હવામાન ખાતાએ આપ્યું એલર્ટ

Team Vishabd by: Akash | 04:00 PM , 04 July, 2025
Whatsapp Group

ગુજરાતમાં ચોમાસું સક્રિય થતા રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. ખેડા, તાપી, ડાંગ, સુરત, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અને વડોદરા સહિતના ઘણા બધા જિલ્લાઓમાં ભારે વરસાદ થયો છે. સમગ્ર ગુજરાતમાં મોટાભાગના સ્થળોએ વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં પણ વ્યાપક વરસાદ નોંધાયો છે, જ્યારે કચ્છમાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે. ત્યારે આજે પણ રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી

આજે એટલેકે ૪ જુલાઈના રોજ પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, વલસાડ, અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે આણંદ, રાજકોટ, કચ્છ, જૂનાગઢ, અમદાવાદ, વડોદરા, ખેડા, જામનગર, સુરત, તાપી, પોરબંદર સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં કરવામાં આવી છે.

આ પણ વાચો : ઉત્તર ગુજરાતના આ વિસ્તારો થશે જળમગ્ન!, ૧૦ ઈંચ સુધીનો પડશે વરસાદ!, અંબાલાલની તોફાની આગાહી

આવતી કાલે ક્યાં-ક્યાં જિલ્લામાં આગાહી

આવતીકાલે અરવલ્લી અને સાબરકાંઠા, જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જ્યારે તાપી, નવસારી, ડાંગ, મહેસાણા, મહીસાગર, વલસાડ, મહીસાગર, પંચમહાલ, બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગર, સુરત, દાહોદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ખેડા, આણંદ, જૂનાગઢ, જામનગર, કચ્છ, સુરેન્દ્રનગર, વડોદરા, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર સહિતના અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના રહેલી છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ