Ambalal Patel prediction : રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ કેવું રહેશે જેને લઈ હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાંતો દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં થોડા સમય પછી ફરી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ઠંડીમાં વધારો થતા લોકોએ કંઈક અંશે ગરમીથી હાશકારો અનુભવ્યો છે. તાપમાનમાં વધ-ઘટ સાથે ગુજરાતનું તામાન કેવું રહેશે. જેને લઈ હવામાન ખાતાએ તેમજ હવામાન નિષ્ણાંતો દ્વારા આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : તૈયાર થઈ જજો! હવે ગુજરાતના હવામાનમાં કેવી નવાજૂની થશે? અંબાલાલ પટેલની જોરદાર આગાહી
હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી સમયમાં રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો વધી શકે છે. જેથી રાજ્યનાં કેટલાક ભાગોમાં તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસે પહોંચવાની સંભાવના છે. તેમજ વડોદરામાં 35 ડિગ્રી સેલ્સિયસ, તેમજ ઉત્તર ગુજરાતમાં 28 થી 30 ડિગ્રી સેલ્સિયસ, સૌરાષ્ટ્રમાં 34 થી 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો પારો થઈ શકે છે.
આ પણ વાંચો : ગુજરાતના પડોશી રાજ્યમાં માવઠાનો માર, જાણો કેવું રહેશે દેશનું હવામાન? હવામાન વિભાગની કંપાવતી આગાહી
હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા આજે એટલેકે તા. 7 ફ્રેબ્રુઆરીનાં રોજ આગાહી કરવામાં આવી છે કે, આજે પૂર્વ મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રનાં ભાગોમાં 15 થી 16Km પ્રતિકલાકે પવન ફૂંકાઈ શકે છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં 16Km ની પ્રતિ કલાકે પવન ફૂંકાઈ શકે છે. તેમજ ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં 30 થી 35Km કલાકે પવન ફૂંકાઈ શકે છે. પવનનાં કારણે કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ પણ ઉડશે.
હવામાનમાં ફરી આવેલ પલ્ટા બાબતે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે કહ્યું હતું કે, તા.8 અને 9 ફ્રેબ્રુઆરીનાં રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંભાવનાઓ છે. જેથી દેશનાં ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા થવાની સંભાવના છે. તેમજ 8 થી 10 ફ્રેબ્રુઆરીનાં રોજ વાદળછાયું વાતાવરણ સર્જાઈ શકે છે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીમાં ઘટાડો થવાની સંભાવના છે.
હવામાન ખાતાનાં ડાયરેકટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, આગામી 7 દિવસ હવામાન સૂકુ રહેશે. તેમજ 3 દિવસમાં તાપમાનમાં લઘુત્તમ 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. તેમજ રાજસ્થાન તરફથી આવી રહેલ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે પવનની દિશા બદલાશે તેમજ ગરમીમાં વધારો થશે.
તો બીજી બાજુ હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળોથી ઘેરાયેલો આકાશ જોવા મળ્યો છે. વાદળો ઘટવાની સાથે ઠંડી આવી શકે છે. તેમણે ઠંડીના રાઉન્ડ, તાપમાન, પવનની ગતિ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, પવનની દિશા છેલ્લા થોડા દિવસથી ઉત્તર પશ્ચિમ તો ઘણી જગ્યાએ પશ્ચિમના પવનો જોવા મળ્યા હતા. જેના લીધે કેટલીક જગ્યાએ ઝાકળ પણ જોવા મળી હતી. ફરીથી પવન ઉત્તરના થશે અને પવનની ગતિ 8 ફેબ્રુઆરીથી સામાન્ય થશે.