Vishabd | 24 કલાકમાં તાપમાનમાં થયો ઘટાડો! આગામી 7 દિવસ ઠંડી ધ્રુજાવશે કે નહીં? અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની જોરદાર આગાહી 24 કલાકમાં તાપમાનમાં થયો ઘટાડો! આગામી 7 દિવસ ઠંડી ધ્રુજાવશે કે નહીં? અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની જોરદાર આગાહી - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
24 કલાકમાં તાપમાનમાં થયો ઘટાડો! આગામી 7 દિવસ ઠંડી ધ્રુજાવશે કે નહીં? અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની જોરદાર આગાહી

24 કલાકમાં તાપમાનમાં થયો ઘટાડો! આગામી 7 દિવસ ઠંડી ધ્રુજાવશે કે નહીં? અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની જોરદાર આગાહી

Team Vishabd by: Akash | 05:05 PM , 10 February, 2025
Whatsapp Group

Cold forecast : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન ખાતાના ડાયરેક્ટર એ.કે. દાસે આગાહી કરી છે કે, આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે.

ગુજરાતમાં થોડા દિવસથી તાપમાનમાં વધારો-ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ ગુજરાતમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તરના પવનો ફૂંકાઈ રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન નીચું આવ્યું છે. ત્યારે આગામી સમયમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની હવામાન વિભાગની આગાહી જોઈએ.

આગામી 7 દિવસ ઠંડી ધ્રુજાવશે કે નહીં? - Cold forecast

હવામાન ખાતાના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ.કે. દાસે ગુજરાતમાં 7 દિવસ કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. આ સાથે તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી 7 દિવસ વાતાવરણ સુકું રહેશે. ગુજરાતમાં હાલ પવનની દિશા બદલાઈ છે. જેના કારણે સવારે અને મોડી સાંજે-રાતે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જ્યારે બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

આ પણ વાચો : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન ખાતાના ડાયરેક્ટર એ.કે. દાસે આગાહી કરી છે કે, આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે.

આ સાથે તેમણે જણાવ્યું છે કે, આગામી 24 કલાકમાં અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ સ્પષ્ટ રહેશે. આ સાથે મંગળવાર સવાર સુધી લઘુત્તમ તાપમાન અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં 14 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે.

ક્યાં શહેરમાં કેટલું તાપમાન? - Cold forecast

હવામાન ખાતાએ આપેલી માહિતી અનુસાર, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નલિયામાં 9.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે ઠંડુગાર શહેર નોંધાયું હતું. આ સાથે પોરબંદરમાં 12.6 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 12.40 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 13.5 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદમાં 13.8 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 15.4 ડિગ્રી સેલ્સિયસ જ્યારે સુરતમાં 18.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આ પહેલા શનિવારે નલિયામાં 10.4 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 14.4 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 12.2 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 12.5 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદમાં 14.9 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 15.6 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં 18.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ બંને દિવસોના આંકડા જોઈએ તો મહત્તમ ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.

આ પણ વાચો : પવન અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ!, જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી?

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલની આગાહી અનુસાર, સૌરાષ્ટ્રના દરિયા કિનારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. 50Km ઉપરના પવનો દરિયામાં ફૂંકાવાની સંભાવના રહેતા દરિયા કિનારે પવન ફૂંકાશે. આ ઉપરાંત ફેબ્રુઆરી મહિનામાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની સંભાવના રહેશે. 15 ફેબ્રુઆરીએ ગરમી વધશે અને 17 થી 19 ફેબ્રુઆરીના પવનનું જોર વધશે. આંધી-વંટોળનું પ્રમાણ વધે અને ધૂળની ડમરીઓ ઉડશે. હજી પણ એક પછી એક ડિસ્ટર્બન્સ આવવાની સંભાવના રહેશે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ