Vishabd | ઉત્તર ગુજરાતના આ વિસ્તારો થશે જળમગ્ન!, ૧૦ ઈંચ સુધીનો પડશે વરસાદ!, અંબાલાલની તોફાની આગાહી ઉત્તર ગુજરાતના આ વિસ્તારો થશે જળમગ્ન!, ૧૦ ઈંચ સુધીનો પડશે વરસાદ!, અંબાલાલની તોફાની આગાહી - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
ઉત્તર ગુજરાતના આ વિસ્તારો થશે જળમગ્ન!, ૧૦ ઈંચ સુધીનો પડશે વરસાદ!, અંબાલાલની તોફાની આગાહી

ઉત્તર ગુજરાતના આ વિસ્તારો થશે જળમગ્ન!, ૧૦ ઈંચ સુધીનો પડશે વરસાદ!, અંબાલાલની તોફાની આગાહી

Team Vishabd by: Akash | 04:54 PM , 03 July, 2025
Whatsapp Group

હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી અનુસાર કચ્છના ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે. પંચમહાલ તથા મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર તથા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. જ્યારે પશ્ચિમ-સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાં પડશે. ૭ થી ૧૨ જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. કેટલાક વિસ્તારોમાં ૮ થી ૧૦ ઈંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે.

હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જળમગ્ન થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ૧૮ જૂલાઈ પછી વરસાદનું જોર ઘટશે. જૂલાઈના છેલ્લા સપ્તાહ દરમિયાન બંગાળના ઉપસાગરમાં એક વરસાદી સિસ્ટમ બનશે. બંગાળના ઉપસાગરની સિસ્ટમ બનતા પવન સાથે ભારે વરસાદ લાવશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થઈ શકે છે.  

આ પણ વાચો : ગુજરાતમાં વરસાદ લાવે તેવી ત્રણ સિસ્ટમ સક્રિય!, ૨૫ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી!

સાત દિવસ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદની શક્યતા છે. ચોમાસું ગુજરાતમાં બરાબર જામ્યું છે. અત્યાર સુધી સારો એવો વરસાદ પડી ગયો છે અને હજી પણ સારા વરસાદની સંભાવના છે. તો ફરી નદી-નાળા અને ડેમ છલકાશે. ખેડૂતો ખુશખુશાલ થશે અને આ વખતે સારી ખેતી થવાની શક્યતા છે.

ગુજરાતમાં વરસાગ વરસી રહ્યો છે અને હજી વધુ વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે. દક્ષિણ ગુજરાતમાં મેઘો મુશળધાર વરસે છે અને ફરી દક્ષિણમાં જ દે ધનાધન વરસાદની શક્યતા છે. હવામાન ખાતાએ આગામી ૭ દિવસ દક્ષિણના તમામ જિલ્લાઓની સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. મુશળધાર મેઘાની ફરી એન્ટ્રી ગુજરાતમાં થઈ છે, ખાસ દક્ષિણ ગુજરાતમાં તમામ નદીઓ બે કાંઠે થઈ છે.

આ પણ વાચો : શિયાળાની સિઝનની બીજી મજબૂત સિસ્ટમ સક્રિય થશે!, કરા સાથે વરસાદ ખાબકશે?, અંબાલાલ પટેલની ડરામણી આગાહી⁠⁠⁠⁠⁠⁠⁠

૩ જુલાઇ ૨૦૨૫ થી ૮ જુલાઇ ૨૦૨૫ સુધીનો સમયગાળો ખુબ જ ભારે રહેવાની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ સુધી એટલે કે ૩ જુલાઈથી ૮ જુલાઈ સુધીની વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. જેમાં આ સાત દિવસ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે રેડ એલર્ટ અપાયું નથી.

ગુજરાતમાં અત્યારે એક સાથે બે સિસ્ટમ એક્ટિવ થતાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં ૮૭ તાલુકામાં વરસાદ વરસ્યો છે. છેલ્લા એક મહિનાથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, નૈઋત્યના ચોમાસાએ મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણીથી તબાહી મચાવી દીધી છે. હવે આ બધાની વચ્ચે આજે પણ હવામાન ખાતાએ નવી આગાહી કરી છે.

ખાસ વાત એ છે કે, રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં ગાજવીજ સાથે વરસાદ ખાબકશે આ દરમિયાન ૪૦ કિ.મીની ઝડપે પવન પણ ફૂંકાશે. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, આજે રાજ્યના ૧૪ જિલ્લામાં ભારે વરસાદ ખાબકી શકે છે. આજે ૩ જુલાઇએ રાજ્યમાં ૧૩ જિલ્લાને યલો એલર્ટ પર મુકવામાં આવ્યા છે, આ ઉપરાંત ૧૪ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને ૧૯ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ