Vishabd | જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શિયાળાને લઇને કરી મોટી આગાહી, આ તારીખે પડશે હાડ થીજાવતી ઠંડી! જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શિયાળાને લઇને કરી મોટી આગાહી, આ તારીખે પડશે હાડ થીજાવતી ઠંડી! - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શિયાળાને લઇને કરી મોટી આગાહી, આ તારીખે પડશે હાડ થીજાવતી ઠંડી!

જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શિયાળાને લઇને કરી મોટી આગાહી, આ તારીખે પડશે હાડ થીજાવતી ઠંડી!

Team Vishabd by: Akash | 06:47 PM , 13 November, 2024
Whatsapp Group

હવામાન નિષ્ણાંત અંબાલાલની મોટી આગાહી - Ambalal forecast 

Ambalal forecast : દેશભરમાં ધીમે-ધીમે શિયાળાની અસર જોવા મળી રહી છે. કેમ કે, ઠંડીનો અનુભવ ધીરે-ધીરે થવા લાગ્યો છે. એવામાં ગુજરાતમાં પણ શિયાળાની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. મોડી રાત્રીના અને સવારના હવામાં ગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે, જ્યારે દિવસે તડકાને લીધે લોકોને ગરમીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. એવામાં હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા ઠંડી ને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : શિયાળાની શરૂઆતમાં અંબાલાલની ચક્રવાતને લઈને આગાહી, આ તારીખે ગાત્રો થીજવતી ઠંડી પડશે

શું હવે તાપમાનમાં ઘટાડો થશે? - Ambalal forecast 

હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 17 થી 20 નવેમ્બર પશ્ચિમી વિક્ષેપ રહેવાનો છે. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા ના લીધે રાજ્યમાં ગરમીમાં ઘટાડો થશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે ન્યૂનતમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. જ્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હાલ ઘઉંના પાક માટે તાપમાન સાનુકૂળ રહેલું નથી. હાલની વાવણી થાય તો જીરા, દિવેલામાં ગરમીનાં લીધે ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે. હાલની ગરમી ને જોતા જો ઘઉંની વાવણી કરાશે તો પાકને તેની અસર થવાની શકયતા રહેલી છે.

આ પણ વાંચો : શું હવે વરસાદ પડશે?,અંબાલાલ પટેલની વર્ષ-2025 માટેની ડરામણી આગાહી

ગુજરાતમાં ઠંડીની લહેર!

તેની સાથે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 15 નવેમ્બર પછી ગરમીથી કંઈક અંશે રાહત મળવાની શક્યતા છે. તેમ છતાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 23 નવેમ્બર પછી મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાના લીધે ગુજરાતમાં ઠંડીની લહેર જોવા મળી શકે છે. તેની સાથે જ તેમના દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું છે કે, બંગાળ ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બર ડિપ ડિપ્રેશન ના લીધે ચક્રવાત સર્જાઈ શકે છે. જ્યારે અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બરે લો પ્રેશર સર્જાવાની શક્યતા છે. લો પ્રેશર સોમાલીયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવશે, પરંતુ જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવવાની શક્યતા  છે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના લીધે ચક્રવાત સર્જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

માવઠા અંગેની જોરદાર આગાહી

આ સિવાય હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે, જે ગ્લોબલ વોર્મિંગને લીધે 74 વર્ષ પછી ઓક્ટોબર માસમાં ગરમી પડી શકે છે. ત્યારે અંબાલાલ પટેલ દ્વારા આ વર્ષે ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ઠંડી અને વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ ના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે છેલ્લા 25-30 વર્ષની ઠંડીનો રેકોર્ડ તોડવાની છે. જ્યારે માર્ચ માસ સુધી હવામાનમાં ફેરફાર આવતા રહેશે. માર્ચ, એપ્રિલ સુધી માવઠાની અસર જોવા મળી શકે છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ