Vishabd | શું હવે વરસાદ પડશે?,અંબાલાલ પટેલની વર્ષ-2025 માટેની ડરામણી આગાહી શું હવે વરસાદ પડશે?,અંબાલાલ પટેલની વર્ષ-2025 માટેની ડરામણી આગાહી - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
શું હવે વરસાદ પડશે?,અંબાલાલ પટેલની વર્ષ-2025 માટેની ડરામણી આગાહી

શું હવે વરસાદ પડશે?,અંબાલાલ પટેલની વર્ષ-2025 માટેની ડરામણી આગાહી

Team Vishabd by: Akash | 02:43 PM , 12 November, 2024
Whatsapp Group

અંબાલાલ પટેલની ડરામણી આગાહી - Ambalal big prediction

Ambalal big prediction : હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે. 23 નવેમ્બર બાદ ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે, જેના કારણે ગરમીમાં ઘટાડો થશે. ગુજરાતમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ઠંડી પડશે. હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી આગાહી. તેઓએ જણાવ્યું છે કે ઘઉંના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નથી. સાથે જ માર્ચ અને એપ્રિલ માસ સુધી માવઠા આવી શકે તેવી સંભાવના છે. બંગાળના ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બરે ડિપ ડિપ્રેશનમાં કારણે ચક્રવાત બનશે!, અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બરે લો પ્રેશર સર્જાઇ શકે છે!, અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 

આ પણ વાંચો : ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડશે! અંબાલાલ પટેલની કડકડતી આગાહી

ગરમીને લઈને અંબાલાલની નવી આગાહી - Ambalal big prediction

હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે નવી આગાહી કરતા જણાવ્યું છે કે, આજથી રાજ્યમાં પશ્ચિમી વિક્ષેપ આવશે. 17 થી 20 નવેમ્બરે પશ્ચિમી વિક્ષેપ આવશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાના કારણે ગરમીમાં ઘટાડો થશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં આજથી ન્યૂનત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે. 23 નવેમ્બર પછી મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા ઉત્તર પર્વતિય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થઇ શકે છે. હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે.

આ પણ વાંચો :  ગુજરાતના હવામાનમાં પલટો! આટલા દિવસ સુધી નહીં પડે ઠંડી!, હવામાન ખાતાની સૂકી આગાહી

વરસાદ આવશે કે નહીં?

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એમ પણ કહ્યું છે કે, બંગાળ ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બર ડીપ ડિપ્રેશનમાં કારણે ચક્રવાત બનશે. અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બરે લો પ્રેશર સર્જાશે. લો પ્રેશર સોમાલીયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે, જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવી શકે છે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી શક્યતા છે. 

છેલ્લા 30 વર્ષની ઠંડીના રેકોર્ડ તૂટશે!

અંબાલાલ પટેલે એમ પણ કહ્યું કે, ગ્લોબલ વોર્મિંગ 74 વર્ષ બાદ ઓક્ટોબર માસમાં ગરમી પડી શકે છે. ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે અને માવઠાં થઈ શકે છે. છેલ્લા 30 વર્ષની ઠંડીના રેકોર્ડ તૂટશે. 2025 ના માર્ચ મહિના સુધી હવામાનમાં ફેરફાર આવ્યા કરશે. માર્ચ એપ્રિલ સુધી માવઠા આવી શકે છે. આ વચ્ચે અંબાલાલ પટેલે ખેડૂતો માટે ખાસ સલાહ આપતા કહ્યું કે, ઘઉંના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ સમય નથી. હાલ વાવણી થાય તો જીરા, દિવેલામાં ગરમીના કારણે ઉત્પાદન ઘટી શકે છે.   

Whatsapp Group
સબંધિત પોસ્ટ