Vishabd | ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડશે! અંબાલાલ પટેલની કડકડતી આગાહી ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડશે! અંબાલાલ પટેલની કડકડતી આગાહી - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડશે! અંબાલાલ પટેલની કડકડતી આગાહી

ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડશે! અંબાલાલ પટેલની કડકડતી આગાહી

Team Vishabd by: Akash | 11:19 AM , 12 November, 2024
Whatsapp Group

અંબાલાલ પટેલની કડકડતી આગાહી! - Cold forecast

Cold forecast : હવામાન ખાતાની આગાહી મુજબ આજે રાજ્યમાં સુકૂં વાતાવરણ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા પણ ઠંડીને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તરીય પ્રદેશોમાંથી આવતા ઠંડા પવનોની અસર મધ્યપ્રદેશ અને ગુજરાત સહિતના રાજ્યોમાં વર્તાશે.

આ પણ વાંચો : ગુજરાતના હવામાનમાં પલટો! આટલા દિવસ સુધી નહીં પડે ઠંડી!, હવામાન ખાતાની સૂકી આગાહી

માર્ચમાં રાજ્યના અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદની શક્યતા! - Cold forecast

ઉત્તર ગુજરાતમાં પણ સખત ઠંડી પડે તેવી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. 22 ડિસેમ્બર પછી રાજ્યમાં કાતિલ ઠંડી પડશે તેવી આગાહી કરવામાં આવી છે. તેમજ 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં ન્યૂનતમ તાપમાન 8 થી 10 ડિગ્રી રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત ફેબ્રુઆરી સુધી ઠંડીની અસર રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી મુજબ માર્ચ અને એપ્રિલમાં રાજ્યના અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વખતે ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડે તેવી પણ હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.

સૌથી વધુ તાપમાન ક્યાં?

અમદાવાદના હવામાન ખાતાના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે ગુજરાતમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 37.9 ડિગ્રી નોંધાયું હતું. આ સાથે તેમણે એમ અમદાવાદના હવામાન વિશે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં અમદાવાદનું મહત્તમ તાપમાન 36.1 ડિગ્રી નોંધાયું છે. 

આ સાથે લઘુત્તમ તાપમાન 20.4 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય તાપમાન કરતા 2.3 ડિગ્રી વધુ છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી રહેવાની સંભાવના છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ