weather of Gujarat : અમદાવાદમાં મહત્તમ તાપમાન નોંધવામાં આવ્યું છે તે હજુ પણ સામાન્ય કરતા 2 ડિગ્રી સેલ્સિયસ વધુ છે. અમદાવાદમાં 36.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધવામાં આવ્યુ છે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 27.8 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ છે, જેમાં સામાન્ય 0.4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જોકે આમ છતાં તે સામાન્ય કરતા 3.7 ડિગ્રી વધુ છે.
આ પણ વાંચો : ઠંડી માટે હજી રાહ જોવી પડશે, હવામાન ખાતાએ તાપમાનના કેવા ફેરફારો થશે તે અંગે જણાવ્યું!
ગુજરાતમાં લઘુત્તમ તાપમાન સૌથી નીચું નલિયામાં 19.5 ડિગ્રી રહ્યું છે. હાલ પવનની દિશા ઉત્તરથી ઉત્તર-પૂર્વની છે. હવામાન ખાતા દ્વારા આગામી દિવસોમાં પણ તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની શક્યતાઓ ન હોવાનું જણાવવામાં આવ્યું છે. હવામાન ખાતાએ આગામી સમયમાં માવઠાના કોઈ એંધાણ ન હોવાનું જણાવ્યું છે. હવામાન ખાતા દ્વારા હજી પણ ઠંડી અંગે કોઈ સ્પષ્ટ આગાહી કરવામાં આવી નથી.
ગુજરાતમાં સૌથી ઊંચું મહત્તમ તાપમાન ડિસામાં 39.1 ડિગ્રી સેલ્સિયસ છે, એટલે કે ડિસા સૌથી ગરમ શહેર રહ્યું છે. આમ હવામાન ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે હજી પણ રાજ્યમાં તાપમાન સામાન્ય કરતા ઊંચું નોંધાઈ રહ્યું છે. શિયાળાની ઋતુ શરુ થઈ ગઈ છે તેમ છતાં ઠંડીનો માત્ર મોડી રાત્રે તથા વહેલી સવારે અહેસાસ થાય છે.