Ambalal forecast : દેશભરમાં શિયાળો ધીમે-ધીમે દસ્તક આપી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ શિયાળાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. મોડી રાત્રે અને સવારે હવામાં ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે, જયારે દિવસ દરમિયાન તડકાને લીધે લોકોએ ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે જાણીતા હવામાન શાસ્ત્રી એવા અંબાલાલ પટેલ દ્વારા ઠંડીને લઈને મોટી આગાહી કરાવામાં આવી છે.
આ પણ વાંચો : શું હવે વરસાદ પડશે?,અંબાલાલ પટેલની વર્ષ-2025 માટેની ડરામણી આગાહી
ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમ વર્ષાના કારણે રાજ્યમાં ગરમીથી લોકોને રાહત મળશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાનમાં ઘટાડો થશે, ન્યૂનત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે. સાથે જ તેમણે એમ પણ જણાવ્યું કે હાલ ઘઉંના પાક માટે તાપમાન સાનુકૂળ નથી. હાલની વાવણી થાય તો જીરા, દિવેલામાં ગરમીનાં કારણે ઉત્પાદન ઘટી શકે છે. હાલની ગરમીને જોતા જો ઘઉંની વાવણી કરવામાં આવે છે તો પાકને તેની અસર થવાની સંભાવના છે.
આ પણ વાંચો : ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડશે! અંબાલાલ પટેલની કડકડતી આગાહી
જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું કે 15 નવેમ્બર પછી ગરમીથી કંઈક અંશે રાહત મળશે. જો કે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું કે 23 નવેમ્બર પછી મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાને કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવી શકે છે. સાથે જ તેમણે એમ પણ જણાવ્યું કે બંગાળ ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બરે ડિપડિપ્રેશનના કારણે ચક્રવાત બનશે. સાથે જ અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બરે લો પ્રેશર સર્જાઇ શકે છે. લો પ્રેશર સોમાલીયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે, પરંતુ જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવવાની શક્યતા છે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી શક્યતા છે
જાણીતા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે જણાવ્યું જે ગ્લોબલ વોર્મિંગને કારણે 74 વર્ષ બાદ ઓક્ટોબર મહિનામાં ગરમી પડી છે. ત્યારે તેમણે આ વર્ષે ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ઠંડી અને માવઠાં થવા અંગેની પણ આગાહી કરી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે છેલ્લા 30 વર્ષની ઠંડીનો રેકોર્ડ તુટશે. સાથે જ તેમણે એમ પણ જણાવ્યું કે માર્ચ મહિના સુધી હવામાનમાં ફેરફાર આવ્યા કરશે. માર્ચ, એપ્રિલ સુધી માવઠા આવી શકે છે.