Vishabd | શરદપૂનમના ચંદ્ર માટે અંબાલાલ પટેલે આપ્યા મોટા સમાચર, ઓક્ટોબરમાં વધુ એક વાવાઝોડાની મોટી આગાહી શરદપૂનમના ચંદ્ર માટે અંબાલાલ પટેલે આપ્યા મોટા સમાચર, ઓક્ટોબરમાં વધુ એક વાવાઝોડાની મોટી આગાહી - Vishabd
Vishabd
Whatsapp Group Join
શરદપૂનમના ચંદ્ર માટે અંબાલાલ પટેલે આપ્યા મોટા સમાચર, ઓક્ટોબરમાં વધુ એક વાવાઝોડાની મોટી આગાહી

શરદપૂનમના ચંદ્ર માટે અંબાલાલ પટેલે આપ્યા મોટા સમાચર, ઓક્ટોબરમાં વધુ એક વાવાઝોડાની મોટી આગાહી

Team Vishabd by: Akash | 03:46 PM , 30 September, 2024
Whatsapp Group

ગુજરાત હવામાન આગાહી

3 ઓક્ટોબરથી ગુજરાતીઓના પસંદિદાર મહોત્સવ નવરાત્રિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ નવરાત્રિ મહોત્સવ માટે ખેલૈયાઓમાં હંમેશાથી થનગનાટ જોવા મળતો હોય છે. પરંતું હવે જ્યારે નવરાત્રિને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યાં વરસાદ વિધ્ન બનીને ત્રાટકશે, તેવી નવરાત્રિના નવ દિવસ દરમિયાન હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી ગઈ છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન દિવસે તડકો અને રાત્રે વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ છે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : કાલે જળબંબાકાર, શું આજે પણ ભારે વરસાદની શક્યતા? શું છે હવામાન વિભાગની આગાહી

ઓક્ટોબરમાં વાવાઝોડું ત્રાટકશે?

હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, શરદ પૂનમ પછી પણ વાતાવરણમાં ફેરફાર થતા રહેશે અને ક્યાંક-ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતાઓ રહેશે. શરદ પૂનમથી દેવ દિવાળી સુધીના ભાગોમાં હવામાનમાં પલટા આવ્યા કરશે, અને દરિયામાં ભારે પવન ફૂંકાશે. તારીખ 18, 19, 20 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું, અને તારીખ 22 સુધીમાં રાજ્યના ભાગોમાં વાદળવાયુ વાતાવરણ થઈ શકે અને ક્યાંક-ક્યાંક માવઠા થવાની શક્યતાઓ પણ રહી શકે છે.

આ પણ વાંચો : થંડરસ્ટ્રોમ સાથે વરસાદની આગાહી, જાણો હવામાન અને પરેશ ગોસ્વામીની આગાહી

હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ શું કહે છે?

તારીખ 3 ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે, અને 12 ઓક્ટોબરે નવરાત્રિ પૂર્ણ થશે. ત્યારે અંબાલાલ પટેલે નક્ષત્ર જોઈને ભવિષ્યવાણી કરી કે, નવરાત્રિના દિવસોમાં તડકો પડવાની શક્યતાઓ રહેશે, અને તડકા વચ્ચે ક્યાંક-ક્યાંક વરસાદ પડવાની શક્યતાઓ છે. શરદપૂનમના દિવસે પણ દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે અને શરદ પૂનમની રાત્રે ચંદ્ર જો શ્યામ વાદળોમાં આખી રાત ઢંકાયેલો રહેશે તો વાહનોને અસર કરે તેવુ ચક્રવાત બનવાની શક્યતાઓ રહેશે.

નવરાત્રિના 9 દિવસની ભારે આગાહી

3 થી 5 દરમિયાન નવરાત્રિ દરમિયાન હસતા નક્ષત્રમાં ગાજવીજ અને પવન સાથે કેટલાક ભાગોમાં  ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે.
9 થી 12 દરમિયાન ચિત્રા નક્ષત્રમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે.

અંબાલાલ પટેલે ઠંડીની આગાહી કરતા શું કહ્યું?

અંબાલાલ પટેલે ઠંડીની આગાહી કરતા જણાવ્યું કે, તારીખ 29 એક્ટોબરથી શિયાળાની શરૂઆત થશે, ઠંડી પડેશે, અને 3 ડિસેમ્બરથી સખત ઠંડીનો અનુભવ થશે. 22 ડિસેમ્બર પછી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જેના કારણે તારીખ 27 થી 30 ની વચ્ચે અને જાન્યુઆરીની શરૂઆતમાં ભારે ઠંડીની શરૂઆત થઈ જશે. જાન્યુઆરી મહિનો ઠંડો રહેશે. આ ઉપરાંત ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં પણ દાંત કડકડતી ઠંડી પડવાની શક્યતાઓ છે. નાની નાની અસર શક્યતા કેટલાક તજજ્ઞો દ્વારા બતાવાઈ રહી છે, જેની અસર માર્ચ મહિના સુધી થશે, અને ઉભા કૃષિ પાકોમાં હાની થવાની પણ શક્યતાઓ રહેશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વરસાદ થવાની શક્યતાઓ છે, ભૂસ્ખલનની શક્યતા છે એટલે આ અરસામાં પ્રવાસીઓએ ખાસ કાળજી રાખવી ખુબજ જરૂરી છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ