Vishabd | Weather Update: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ Weather Update: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
Weather Update: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ

Weather Update: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ

Team Vishabd by: Vishabd | 08:08 AM , 19 July, 2026
Whatsapp Group

Today weather update: ગુજરાતમાં આજે (19 જુલાઈ) દક્ષિણ ગુજરાત, દક્ષિણ-પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી છૂટાછવાયા વરસાદની સાથે મિશ્ર વાતાવરણ રહેશે, 23  થી 25 જુલાઈ દરમિયાન વરસાદનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે.

આગામી દિવસોમાં વરસાદનું જોર વધશે 

હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે ગુજરાતમાં હજી વરસાદનું પ્રમાણે વધવાની શક્યતા છે. હાલની સ્થિતિ પ્રમાણે આગામી ત્રણ થી ચાર દિવસો સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ અને છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે અને કેટલાક વિસ્તારોમાં વાદળો દેખાશે, હવામાન પલટાશે પરંતુ વરસાદ ના પડે તેવી પણ શક્યતા છે.

હવામાન વિભાગના આંકડાકીય મૉડલ પ્રમાણે આગામી 19-20 જુલાઈની આસપાસ હજી પણ વરસાદનું થોડું જોર વધે તેવી શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ, પૂર્વ ગુજરાતના જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રના દક્ષિણ તરફના જિલ્લાઓમાં વરસાદ વધે તેવા સંભાવના છે.

આજે કયા કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી 

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર: વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવા વરસાદની શક્યતા છે.

ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ

હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે અને આગામી દિવસોમાં થોડો વરસાદ વધવાની શક્યતા છે. પરંતુ ભારે વરસાદની શક્યતા આગામી ત્રણ-ચાર દિવસોમાં જોવા મળતી નથી. હાલ પશ્ચિમ બંગાળ અને ઓડિશા પર રહેલો લો-પ્રેશર એરિયા આગળ વધે અને ગુજરાતની નજીક આવે તો આપણે વધારે વરસાદ થવાની શક્યતા છે.

હવામાન વિભાગ અને હવામાનની બીજી એજન્સીઓનાં મૉડલ પ્રમાણે બંગાળની ખાડીમાં સર્જાઈને આગળ વધેલો લૉ-પ્રેશર એરિયા 25 તારીખની આસપાસ મધ્ય ભારત પર આવી શકે છે. હાલની સ્થિતિ પ્રમાણે કેટલાંક મૉડલો દર્શાવે છે કે આ સિસ્ટમ ગુજરાત પર આવી શકે છે અને જ્યારે સિસ્ટમ આવે ત્યારે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. પરંતુ આ હજી લાંબાગાળાનું પૂર્વાનુમાન છે અને તેમાં ફેરફાર થવાની શક્યતા છે.

હવામાન વિભાગે જારી કરેલા લાંબાગાળાના પૂર્વાનુમાન પ્રમાણે જુલાઈ મહિનાના છેલ્લા દિવસોમાં વરસાદ વધે તેવી શક્યતા છે અને ઑગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયામાં વરસાદ ઘટે તેવી સંભાવના છે.

19 જુલાઈની આસપાસ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ ભારત તરફ આવવાની શક્યતા છે અને તેની સાથે જો કોઈ સાયક્લૉનિક સર્ક્યુલેશન બને તો પણ ગુજરાતમાં કદાચ વરસાદમાં થોડો ફાયદો થઈ શકે છે.

ગુજરાતમાં કેટલા જિલ્લાઓ કોરા 

ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્રના અડધા જિલ્લાઓ અને કચ્છ જિલ્લામાં હજી પૂરતો વરસાદ પડ્યો નથી અને તેની અસર ખેતી પર જોવા મળી રહી છે. ખેડૂતો વાવણી કરી શક્યા નથી અને ધીરે-ધીરે કેટલાક પાકની વાવણી કરવાનો સમય હવે પસાર થઈ રહ્યો છે. જો થોડા દિવસ હજી પણ મોડો વરસાદ થાય તો કેટલાક પાકની વાવણીનો સમય જતો રહેશે અને તેની અસર ખરીફ પાકના ઉત્પાદન પર પડશે.


અત્યારની સ્થિતિ પ્રમાણે ઉપરોક્ત વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની શક્યતા છે અને આગામી પાંચ દિવસમાં ત્યાં સાર્વત્રિક કે ભારે વરસાદની શક્યતા નથી. ઉપરોક્ત જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે, જેના કારણે હજી પણ ઘણા વિસ્તારોમાં આગામી પાંચથી સાત દિવસ સુધી વાવણીલાયક વરસાદ ન થાય તેવી સંભાવના દેખાઈ રહી છે.

આ ઉપરાંત જે ખેડૂતોએ આગોતરી વાવણી કરી દીધી છે અને પિયતની પૂરતી સગવડ નથી તેમના પર પણ અસર થાય તેવી શક્યતા છે. જો, બંગાળની ખાડીમાં સર્જાયેલો અને હાલ ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર રહેલો લો-પ્રેશર એરિયા ગુજરાત પર આવે તો 25 જુલાઈ બાદ આ જિલ્લાઓમાં વરસાદ વધી શકે છે અને વાવણીલાયક વરસાદ થઈ શકે છે.


Whatsapp Group
સબંધિત પોસ્ટ