Vishabd | ગુજરાતમાં ફરી મેઘરાજાની એન્ટ્રી, આજે કયા વિસ્તારોમાં પડશે વરસાદ? ગુજરાતમાં ફરી મેઘરાજાની એન્ટ્રી, આજે કયા વિસ્તારોમાં પડશે વરસાદ? - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
ગુજરાતમાં ફરી મેઘરાજાની એન્ટ્રી, આજે કયા વિસ્તારોમાં પડશે વરસાદ?

ગુજરાતમાં ફરી મેઘરાજાની એન્ટ્રી, આજે કયા વિસ્તારોમાં પડશે વરસાદ?

Team Vishabd by: Vishabd | 08:02 AM , 17 July, 2026
Whatsapp Group

Today Weather Update: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કાલે અને આજે (17 જુલાઈ 2026) ગુજરાતના અનેક વિસ્તારોમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યના 27 જેટલા જિલ્લાઓ પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે.

હવામાન વિભાગ અને નિષ્ણાતોની આગાહી મુજબ, રાજ્યમાં ફરી એકવાર સામાન્યથી મધ્યમ વરસાદી રાઉન્ડ શરૂ થયો છે. વરસાદી ટ્રફની અસરને કારણે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.

કયા કેટલો વરસાદ

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 112 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં રાજકોટના પડધરીમાં સૌથી વધુ 2.5 ઈંચ, સુરતના કામરેજમાં 2 ઈંચ અને કચ્છના રાપરમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે.

આજે કયા વિસ્તારોમાં વરસાદનો શક્યતા 

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર: આ વિસ્તારોમાં વરસાદની અસર વધુ જોવા મળી શકે છે. જેમાં ભરૂચ, સુરત, નર્મદા, તાપી, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, મોરબી, દ્વારકા અને રાજકોટનો સમાવેશ થાય છે. 

ઉત્તર અને મધ્ય ગુજરાત: મહેસાણા, પાટણ, સાબરકાંઠા જેવા જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતા છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે.

18 અને 19 જુલાઈની આગાહી 

18 અને 19 જુલાઈ 2026ના રોજ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

20થી 22 જુલાઈની આગાહી 

20થી 22 જુલાઇ 2026 દરમિયાન વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

ગુજરાતનાં મુખ્ય શહેરોના આજનું વાતાવરણ 

અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન

અમદાવાદના આજના હવામાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સુધી રહી શકે છે.

રાજકોટમાં આજે કેવું રહેશે હવામાન

રાજકોટના આજના હવામાનની વાત કરીએ તો આજે રાજકોટમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતાછે. જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહી શકે છે.

સુરતમાં આજે કેવું રહેશે હવામાન

સુરતના આજના હવામાનની વાત કરીએ તો આજે સુરતમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહી શકે છે.

વડોદરામાં આજે કેવું રહેશે હવામાન

વડોદરાના આજના હવામાનની વાત કરીએ તો આજે વડોદરામાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ રહી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહેવાની શક્યતા છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ