Vishabd | દિવાળીમાં વરસાદ આવશે કે નહિ? ગુજરાતના બે આગાહીકારોની મોટી આગાહી દિવાળીમાં વરસાદ આવશે કે નહિ? ગુજરાતના બે આગાહીકારોની મોટી આગાહી - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
દિવાળીમાં વરસાદ આવશે કે નહિ? ગુજરાતના બે આગાહીકારોની મોટી આગાહી

દિવાળીમાં વરસાદ આવશે કે નહિ? ગુજરાતના બે આગાહીકારોની મોટી આગાહી

Team Vishabd by: Akash | 02:07 PM , 28 October, 2024
Whatsapp Group

પરેશ ગોસ્વામીની ભારે આગાહી - weather forecast

weather forecast : હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે, આ વર્ષે દિવાળી 31 ઑકટોબરે આવી રહી છે. આ સમયે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હવામાનમાં ફરી ફેરફાર થઈ શકે છે. જોકે તેમણે એવું પણ કહ્યું છે કે હવામાનમાં આવતા ફેરફારને કારણે કદાચ વરસાદ ન પણ આવે અને દિવાળી પર વાતાવરણ ચોખ્ખુ પણ રહી શકે છે. જો કે અત્યારે અલગ-અલગ મોડલોનું પ્રિડિકશન છે. તે મુજબ દિવાળી પર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. તેમણે કહ્યું છે કે, દિવાળીના દિવસોમાં આકાશમાં કાળાડિબાંગ વાદળો જોવા મળશે. આ વાદળોની ઊંચાઈ 500 HPA લેવલ પર હશે. એટલે કે 5.5Kmની ઊંચાઈએ આ વાદળો બંધાવાના છે, જેના કારણે ઘણી વખતે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. જેથી આગામી 30 અને 31 ઑકટોબર તેમજ 1લી નવેમ્બરના રોજ ગુજરાતના વાતાવરણમાં ફેરફાર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ 3 દિવસ દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદી ઝાંપટા પડી શકે છે. હાલ બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. જેને કારણે કારણે તાવ, શરદી અને ઉધરસના કેસ વધારે પ્રમાણમાં જોવા મળશે. જ્યારે આગામી 5 નવેમ્બરથી ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ જશે.

આ પણ વાંચો : તહેવાર દિવસોમાં ગુજરાતના હવામાનમાં એક અસ્થિરતા ઉભી થશે? પરેશ ગોસ્વામીની ભારે આગાહી

હવામાન ખાતા દ્વારા કરવામાં આવી ભારે આગાહી - weather forecast

હવામાન ખાતાએ તો વરસાદ નહિ આવશે, તેવી આગાહી કરી છે. આગામી 7 દિવસ માટેની આગાહી કરી છે. તેમાં ક્યાંય વરસાદની શકયતાઓ નથી. આ સાથે કોઈ ચેતવણી પણ આપવામાં આવી નથી. રાજ્યમાં 3 નવેમ્બર સુધી હવામાન સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા નીચું જઈ રહ્યું છે.

આ પણ વાંચો : દિવાળીના તહેવારમાં વરસાદની ચિંતા ખરી? ગરમી-ઉકળાટમાં મળશે રાહત? જાણો હવામાન વિભાગ અને અંબાલાલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું કહે છે?

હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 1 થી 7 નવેમ્બરના રોજ વાતાવરણ વાદળછાયું રહેશે. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. આ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ વર્ષે દિવાળી બગડશે તેવી પણ  આગાહી કરી. તેમણે કહ્યું છે કે, દિવાળી આસપાસ પણ વાદળછાયુ રહી શકે છે.   

Whatsapp Group
સબંધિત પોસ્ટ