Paresh goswami : હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ આવનારા દિવસોના હવામાન અંગે માહિતી આપી છે. સાથે જ તહેવારના દિવસો દરમિયાન હવામાન કેવું રહેશે, તે અંગે માહિતી આપી છે.
હાલ રાજ્યમાં તાપમાનમાં વધારો થતા ગરમી અને ઉકળાટનો અહેસાસ થઇ રહ્યો છે. માવઠાના માર પછી ગરમીમાં વધારો થતાં લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે અને ઓક્ટોબર મહિનો પૂરો થવા આવ્યો છે, ત્યારે ઠંડી ક્યારે પડશે, તેની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આવામાં હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ આવનારા દિવસોના હવામાન અંગે માહિતી આપી છે. સાથે જ દિવાળીના તહેવાર દરમિયાન હવામાન કેવું રહેશે, તે અંગેની પણ માહિતી આપી છે.
આ પણ વાંચો : દિવાળીના તહેવારમાં વરસાદની ચિંતા ખરી? ગરમી-ઉકળાટમાં મળશે રાહત? જાણો હવામાન વિભાગ અને અંબાલાલની આગાહી
હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ તેમના યુ-ટ્યુબ વીડિયોમાં જણાવ્યું છે કે, હાલ તાપમાનમાં એવરેજ કરતાં 4 ડિગ્રી વધારો નોંધાયો છે. મોટાભાગના વિસ્તારોમાં 34 થી 36 ડિગ્રી તાપમાન નોંધાઇ રહ્યું છે. હાલ તો આ ઊંચા તાપમાનથી કોઇ રાહત મળેશે તેવી કોઈ સંભાવના નથી.
આ પણ વાંચો : નવેમ્બર મહિનાની શરૂઆતથી ઠંડીનું જોર વધશે?, અંબાલાલ પટેલની મોટી આગાહી
31 ઓક્ટોબર સુધી તાપમાનમાં રાહત મળે તેવી કોઇ સંભાવના નથી. હાલ પવનની ગતિ સામાન્ય છે અને તેમાં હાલ કોઇ ફેરફાર થવાની શક્યતા નથી. પવનની દિશાઓ બદલાતી રહેશે. આગામી દિવસોમાં ગરમી યથાવત રહેશે. 5 નવેમ્બરથી ગુલાબી ઠંડીની શરૂઆત થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અત્યારે મોટું માવઠું થાય તેવી કોઈ શક્યતા નથી. માવઠાના ઝાપટા ચોક્કસથી પડશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તારીખ 30-31 અને 1 નવેમ્બર દરમિયાન હવામાનમાં એક અસ્થિરતા ઊભી થશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાશે. વધારે ઘાટા વાદળ થાય તો છૂટાછવાયા કોઇ-કોઈ વિસ્તારોમાં ઝાપટું પડે તે અપવાદ રહેશે.