Heat-cold forecast : ગુજરાતીઓને એક જ સવાલ સતાવે છે કે બેસતા વર્ષના દિવસ સુધી ગુજરાતમાં માવઠાનો માર તો નહીં આવશે ને? ત્યારે હવામાન ખાતા દ્વારા ગુજરાતમાં આગામી 6 દિવસ માવઠા, ગરમી કે ઠંડીનો પ્રભાવ જોવા મળશે કે નહીં તે અંગેની જોરદાર આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : નવેમ્બર મહિનાની શરૂઆતથી ઠંડીનું જોર વધશે?, અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતભરમાં હાલ દિવાળીનો માહોલ જામ્યો છે. ત્યારે ગુજરાતીઓને એક જ સવાલ સતાવે છે કે બેસતા વર્ષના દિવસ સુધી ગુજરાતમાં માવઠાનો માર તો નહીં આવશે ને? ત્યારે હવામાન ખાતા દ્વારા ગુજરાતમાં આગામી 6 દિવસ માવઠા, ગરમી કે ઠંડીનો પ્રભાવ જોવા મળશે કે નહીં તે અંગેની જોરદાર આગાહી કરવામાં આવી છે. આ સાથે તેમણે તાપમાન અંગેની પણ આગાહી કરી છે.
હવામાન ખાતાના અમદાવાદ કેન્દ્રના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં હાલ ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાત રાજ્ય, દીવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આજથી 6 દિવસ એટલે કે, બીજી નવેમ્બર અને બેસતા વર્ષના દિવસ સુધી વાતાવરણ સુકું રહેશે. રાજ્યમાં વરસાદની સંભાવના હાલ નહિવત્ છે.
આ પણ વાંચો : ગુજરાતમાં ગરમી વધશે કે માવઠું થશે? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની જોરદાર આગાહી
આ સાથે તાપમાન અંગે જણાવતા તેમણે કહ્યું છે કે, ગુજરાતમાં આગામી 4 થી 5 દિવસ દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. 4 થી 5 દિવસ તાપમાન યથાવત્ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
તો બીજી બાજુ હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે, 27 અને 28 ઓક્ટોબરના રોજ ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપના કારણે સામાન્ય વરસાદ અને બરફવર્ષા થવાની શક્યતા છે. આ વિક્ષેપના પ્રભાવથી દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં પણ હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જે કૃષિ અને સામાન્ય લોકોને પણ અસર કરી શકે છે.
આ સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, નવેમ્બરના પ્રારંભિક સમયમાં, 6 થી 8 નવેમ્બર દરમ્યાન પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતમાં ઠંડીનો પારો નીચે જવાની શક્યતા છે. રાજ્યમાં આ સમય દરમિયાન ઠંડીની શરૂઆત થશે અને વાતાવરણમાં ઠંડક વધતી જોવા મળશે.