Vishabd | ગુજરાતમાં ગરમી વધશે કે માવઠું થશે? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની જોરદાર આગાહી ગુજરાતમાં ગરમી વધશે કે માવઠું થશે? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની જોરદાર આગાહી - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
ગુજરાતમાં ગરમી વધશે કે માવઠું થશે? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની જોરદાર આગાહી

ગુજરાતમાં ગરમી વધશે કે માવઠું થશે? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની જોરદાર આગાહી

Team Vishabd by: Akash | 11:16 AM , 26 October, 2024
Whatsapp Group

7 દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે? - Ambalal Forecast

Ambalal Forecast : ગુજરાતમાં કેટલાક શહેરોમાં તાપમાન વધી રહ્યું છે. રાજ્યમાં વરસાદ પછી જાણે સીધો ઉનાળો આવી ગયો હોય તેમ લાગી રહ્યું છે. જોકે, વહેલી સવારે અને રાત્રે વાતાવરણમાં ઠંડક ફેલાય જાય છે. ત્યારે આગામી 7 દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની હવામાન ખાતાની જોરદાર આગાહી જોઈએ. હવામાન ખાતાની આગાહી મુજબ, ગુજરાતમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો : ખુંખાર દાના વાવાઝોડું ભારતની વધારે નજીક આવી રહ્યું છે!, ચક્રવાતની ગતિમાં પણ વધારો થયો, જાણો હવામાન વિભાગની મોટી આગાહી

આગામી 3-4 દિવસ તાપમાનમાં શું વધારો થશે? - Ambalal Forecast

આગામી દિવસોમાં લોકોએ ફરી તાપ જેવી ગરમીનો સામનો કરવો પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 3 થી 4 દિવસ મહત્તમ તાપમાન યથાવત્ રહેશે. એટલે કે, આવી જ ગરમીનો અનુભવ થોડા દિવસ કરવો પડશે.

આ પણ વાંચો : દાના વાવાઝોડા અંગે લેટેસ્ટ અપડેટ, ગુજરાતમાં વાવાઝોડાની અસર શરૂ?, હવામાન ખાતાએ આપ્યું એલર્ટ

વાવાઝોડાને લઈને અંબાલાલની ભારે આગાહી

તો બીજી બાજુ હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, દાના વાવાઝોડાની અસર મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત દક્ષિણ ગુજરાતમાં પણ વર્તાશે. આહવા, વલસાડ, દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ દાના વાવાઝોડાની અસર વર્તાઈ શકે છે. 70Km પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે. તો સરહદના વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ 26 ઓક્ટોબર સુધી દાના વાવાઝોડાની અસર જોવા મળી શકે છે.

વાવાઝોડાને લઈને ગુજરાતને ચેતવણી?

હવામાન ખાતાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યારે ઉત્તર-પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે. તો તેમણે દાના વાવાઝોડા અંગે જણાવ્યું હતું કે, જે વાવાઝોડું બન્યું છે તેની ગુજરાત પર ચેતવણીની હવામાન ખાતા તરફથી હજી સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. એટલે કે ગુજરાત માટે કોઈ ચેતવણી આપવામાં નથી આવી.

Whatsapp Group
સબંધિત પોસ્ટ