Dana storm : ગુજરાતમાં હવામાન ખાતાએ જણાવ્યું કે, આજથી ગુરુવારથી વરસાદ ઘટી જશે. 29 ઓક્ટોબર સુધી હવામાન સૂકું રહેશે. ગુજરાતમાં આવતીકાલે બુધવારથી વરસાદ ઓછો થવાની સંભાવના છે. હવામાન ખાતા દ્વારા 29 ઓક્ટોબર સુધી સૂકા હવામાનની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : વરસાદનું જોર ઘટશે કે વધશે? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી
ભારે ચક્રવાતી વાવાઝોડું 'દાના' 24 કલાકની અંદર પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠે ખાબકી રહ્યું છે. 'દાના' 24 ઓક્ટોબરની સાંજથી 25 ઓક્ટોબરની સવાર સુધી વિનાશ વેરશે!, જેના કારણે 2 રાજ્યો સૌથી વધુ પ્રભાવિત થશે. પશ્ચિમ બંગાળ અને ઓડિશાની સરકારોએ ચક્રવાત 'દાના'નો સામનો કરવા માટે તેમની બધીજ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. હવામાન ખાતાએ આ અંગે ચેતવણી જાહેર કરી છે. ભારતીય હવામાન વિભાગે ચક્રવાત 'દાના'ને લઈને ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાંથી ચક્રવાતી તોફાન 'દાના' 13Km પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે.
આ પણ વાંચો : હવે વરસાદનું જોર વધશે કે ઘટશે? જાણો અંબાલાલ અને હવામાન વિભાગની આગાહી
24 ઑકટોબરની સવાર સુધીમાં ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતા છે અને પછી 24 ઓક્ટોબરની રાતથી 25 ઓક્ટોબરે ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે પુરી અને સાગર દ્વીપ વચ્ચે ટકરાશે. આ સમયગાળા દરમિયાન પવનની ઝડપ 100-110Km પ્રતિ કલાકથી 120Km પ્રતિ કલાકની વચ્ચે રહેશે. 24 અને 25 ઓકટોબરે ઓડિશાના બલેશ્વર, મયુરભંજ, જગતસિંહપુર કેઓઝર, જાજપુર, કટક, ઢેંકનાલ, ભદ્રક, કેન્દ્રપારા, ખોરડા અને પુરી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ચક્રવાતી તોફાનની અસર દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ મેદિનીપુર, ઝારગ્રામ, હાવડા, હુગલી, કોલકાતા અને ગંગા કાંઠાના પશ્ચિમ બંગાળના બાંકુરા જિલ્લાઓમાં પણ આગામી 2 દિવસ સુધી જોવા મળશે. જેના કારણે ઝારખંડમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે.
IMD દ્વારા દરિયામાં ભારે ભરતીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન દરિયામાં 1.0 થી 2.0 મીટર એટલે કે {3 થી 6.6 ફૂટ}વધુ ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. ઉચ્ચ ભરતીના કારણે, કેન્દ્રપારા, ભદ્રક, જગતસિંહપુર, ઓડિશાના બાલાસોર અને પશ્ચિમ બંગાળના દક્ષિણ 24-પરગણા જિલ્લાના પૂર્વ મેદિનીપુરમાં ભૂસ્ખલન સાથે પાણી ભરાઈ જવાની શક્યતા છે હવામાન ખાતાએ માછીમારો માટે એલર્ટ જાહેર કર્યું છે. 23 થી 25 ઓકટોબર સુધી મધ્ય અને ઉત્તર બંગાળની ખાડીમાં માછીમારી સંપૂર્ણપણે સ્થગિત રહેશે. આ સમયગાળા દરમિયાન માછીમારોને દરિયાકિનારાની નજીક ન જવાની સલાહ આપવામાં આવી છે. જો કે, દાના વાવાઝોડાંની અસર ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં જોવા મળી રહી છે. જ્યાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે.