Vishabd | ખુંખાર દાના વાવાઝોડું ભારતની વધારે નજીક આવી રહ્યું છે!, ચક્રવાતની ગતિમાં પણ વધારો થયો, જાણો હવામાન વિભાગની મોટી આગાહી ખુંખાર દાના વાવાઝોડું ભારતની વધારે નજીક આવી રહ્યું છે!, ચક્રવાતની ગતિમાં પણ વધારો થયો, જાણો હવામાન વિભાગની મોટી આગાહી - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
ખુંખાર દાના વાવાઝોડું ભારતની વધારે નજીક આવી રહ્યું છે!, ચક્રવાતની ગતિમાં પણ વધારો થયો, જાણો હવામાન વિભાગની મોટી આગાહી

ખુંખાર દાના વાવાઝોડું ભારતની વધારે નજીક આવી રહ્યું છે!, ચક્રવાતની ગતિમાં પણ વધારો થયો, જાણો હવામાન વિભાગની મોટી આગાહી

Team Vishabd by: Akash | 01:30 PM , 24 October, 2024
Whatsapp Group

વાવાઝોડાને લઈને લેટેસ્ટ અપડેટ - Dangerous storm Dana

Dangerous storm Dana : ચક્રવાતી દાના વાવાઝોડું ગતિ સાથે ભારત તરફ આગળ વધી રહ્યું છે, જેમાં વાવાઝોડું 24 ઓક્ટોબરની મધ્યરાત્રી અને 25 ઓક્ટોબરની વહેલી સવાર વચ્ચે દરિયાકાંઠે ટકરાવાની શકયતાઓ વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડું ત્રાટકશે ત્યારે પવનની ગતિ 100-110Km અને ગસ્ટિંગ સાથે 120Km પ્રતિકલાકની હશે.

આ પણ વાંચો : દાના વાવાઝોડા અંગે લેટેસ્ટ અપડેટ, ગુજરાતમાં વાવાઝોડાની અસર શરૂ?, હવામાન ખાતાએ આપ્યું એલર્ટ

વાવાઝોડું આગામી સમયમાં વધુ ખતરનાક બની શકે? - Dangerous storm Dana

બંગાળની ખાડીમાં બનેલું દાના વાવાઝોડું ગતી પકડી રહ્યું છે અને તે ભારતના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે જેની અસર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયા કિનારા પર જોવા મળશે. હવામાન ખાતાએ આપેલી માહિતી અનુસાર આ વાવાઝોડું આગામી સમયમાં વધુ ખતરનાક બની શકે તેવી આગાહી કરવામાં આવી છે અને હાલ તે 12Km પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. હવામાન ખાતાએ આપેલી તાજી માહિતી મુજબ આ વાવાઝોડું ઓડિશાના ધામરાથી 260Km દૂર છે. જ્યારે તે સાગર આઈલેન્ડથી 350Km દૂર છે.

આ પણ વાંચો : વરસાદનું જોર ઘટશે કે વધશે? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી

વાવાઝોડાની ગતી કેટલી નોંધાઈ છે?

હવામાન ખાતાએ 24 ઓક્ટોબરની સવારે 9:30 વાગ્યા પહેલા આપેલી માહિતી અનુસાર 6 કલાકમાં દાના વાવાઝોડાની ગતિ 12Km પ્રતિકલાકની નોંધાઈ છે. જેમાં 24 ઓક્ટોબરની સવારે 5:30 કલાકે આ વાવાઝોડું બંગાળની ખાડીની મધ્યમાં ઉત્તરપશ્ચિમ તરફ હતું. દાના વાવાઝોડું સવારે 9.30 વાગ્યે આપવામાં આવેલી માહિતી અનુસાર ઓડિશાના પ્રદીપથી દક્ષિણપૂર્વમાં 260Km દૂર હતું, જ્યારે વાવાઝોડું ઓડિશાના ધામરાથી દક્ષિણમાં 350Km દૂર હતું. પશ્ચિમ બંગાળના સાગર આઈલેન્ડથી આ વાવાઝોડું 350 Km અંતરે આવેલું હતું.

પવનની ગતિ કેટલી રહેશે?

વાવાઝોડું આગામી દિવસોમાં કેવી સ્થિતિ હોઈ શકે છે તે અંગેની શકયતાઓ વ્યક્ત કરીને હવામાન ખાતાએ જણાવ્યું છે કે, તે ઓડિશા અને પશ્ચિમ બંગાળની વચ્ચેથી પસાર થશે. જેમાં તે પુરી અને સાગર આઈલેન્ડની વચ્ચે ઓડિશાના ભીતારકનિકા અને ધરમારાની નજીકથી 24 ઓક્ટોબરની મધ્યરાત્રી અને 25 ઓક્ટોબરની વહેલી સવારે પસાર થશે. જ્યારે આ વાવાઝોડું ભયાનક સ્વરૂપ ધારણ કરશે ત્યારે પવનની ગતિ 100Km થી 110Km પ્રતિકલાકની અને ગસ્ટિંગ {ઝાટકા સાથે પવન}ની ગતિ 120Km પ્રતિકલાકની રહેશે. વાવાઝોડાના લીધે ઓડિશા અને પશ્ચિમ બંગાળના હવામાનમાં મોટા ફેરફારો જોવા મળી શકશે. જેમાં કેટલીક જગ્યાઓ પર અત્યંત ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ