big prediction : હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે ગરમી અને ઠંડીને લઈને કરી મોટી આગાહી, હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 27 અને 28 ઓક્ટોબરે પશ્ચિમી વિક્ષેપ સર્જાશે જેમાં ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં સામાન્ય વરસાદ થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દાના વાવાઝોડાની અસર મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે જેના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. સાથે-સાથે 6 થી 8 નવેમ્બર પશ્ચિમી વિક્ષેપ ગુજરાતમાં ઠંડી લાવશે અને નવેમ્બર મહિનાથી ઠંડીની શરૂઆત થશે.
આ પણ વાંચો : ગુજરાતમાં ગરમી વધશે કે માવઠું થશે? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની જોરદાર આગાહી
હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી મુજબ વાત કરીએ તો 7 થી 10 નવેમ્બર બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સર્જાશે અને અરબી સમુદ્રમાં તા. 13-14 નવેમ્બરે હલચલ જોવા મળશે સાથે-સાથે 17-18 નવેમ્બરે ગુજરાતમાં ઠંડી વધશે તો બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડું આવશે તેવી સંભાવના છે. ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે જેના કારણે માવઠું પડી શકે તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી છે.7 થી 14 અને 19 થી 22 નવેમ્બર દરમિયાન માવઠું પડી શકે તેવી શકયતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો : ખુંખાર દાના વાવાઝોડું ભારતની વધારે નજીક આવી રહ્યું છે!, ચક્રવાતની ગતિમાં પણ વધારો થયો, જાણો હવામાન વિભાગની મોટી આગાહી
હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે કહ્યું છે કે,ડિસેમ્બર મહિનામાં હાડ થીજવતી ઠંડી પડી શકે છે. સાંજે અને સવારે રાજ્યમાં હાડ થીજવતી ઠંડીની અસર થઈ શકે છે. કચ્છ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 38 ડીગ્રીથી 39 ડીગ્રી સુધી પહોંચી શકે છે, અમદાવાદ અને ગાંધીનગરમાં 35 થી 36 ડીગ્રી સુધી તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે-સાથે દાના વાવાઝોડાની અસર 26 તારીખ સુધી રહેશે તેવી સંભાવના છે. એક પછી એક બંગાળ ઉપસાગરમાં વાવાઝોડાની સિસ્ટમ સક્રિય રહેશે.
હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે વર્ષ 2025માં શું થઈ શકે છે તેને લઈ આગાહી કરી છે, હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલનું માનવું છે કે, ક્લાઈમેટ ચેન્જની ગંભીર અસરો હવામાનમાં દેખાશે જેને લઈ વાતાવરણમાં કોઈ પણ સમયે પલટો આવી શકે છે. સાથે-સાથે જો આ વાતાવરણની સિસ્ટમથી બચવું હોય તો, લોકોમાં કલાઈમેટ ચેન્જને લઈ જાગૃતતા લાવવી ખુબજ જરૂરી છે. જો કલાઈમેટને લઈ જાગૃતતા નહી આવે તો કોઈ પણ સમયે કઈ પણ થઈ શકે છે.