Vishabd | આજે 8 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, સોમવારથી વરસાદનું જોર ઘટશે આજે 8 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, સોમવારથી વરસાદનું જોર ઘટશે - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
આજે 8 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, સોમવારથી વરસાદનું જોર ઘટશે

આજે 8 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, સોમવારથી વરસાદનું જોર ઘટશે

Team Vishabd by: Vishabd | 10:37 PM , 01 August, 2026
Whatsapp Group

Gujrat Rain Update: ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે, આજે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. હવે આવતી કાલ માટે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે આગાહી આપી છે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેશે અને અલગ-અલગ વિસ્તારોમાં મેઘરાજા પોતાની ધમાકેદાર બેટિંગ ચાલુ રાખશે. ખાસ કરીને અત્યારે જે વરસાદી સિસ્ટમ સક્રિય છે, તે ઉત્તર ગુજરાતથી ધીમે ધીમે રાજસ્થાન તરફ આગળ વધી રહી હોવાથી તેની સીધી અસર રાજ્યના વિવિધ ભાગોમાં જોવા મળશે.

હાલમાં ભારે વરસાદ ગુજરાતના ઘમરોળી રહ્યો છે, લગભગ બધે ઠેકાણે ભારે વરસાદ વરસી રહ્યો છે અથવા પડી ગયો છે. આ આકાશી આફતને કારણે લોકોને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી કરવો પડી રહ્યો છે પરંતુ આ બધા વચ્ચે હવે રાહતના સમાચાર આવ્યાં છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ 3 ઓગસ્ટથી ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે. ભારે વરસાદથી હાલાકીના સામનો કરી રહેલા લોકો માટે આ રાહતની ખબર છે.

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે 1 ઓગસ્ટે સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 252 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મોરબીમાં 8.74 ઇંચ વરસાદ ખાબક્યો છે. તેવામાં હવામાન વિભાગે આગામી 7 ઓગસ્ટ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં રવિવારે(2 ઓગસ્ટે) કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, રાજ્યમાં સક્રિય ડીપ ડિપ્રેશન હવે વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈને રાજસ્થાન તરફ ફંટાઈ ગયું છે. જોકે, મોનસૂન ટ્રફ અને શિયર ઝોન સહિતની ચાર સિસ્ટમ્સ સક્રિય હોવાથી આજે રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ અને ભાવનગર માટે રેડ એલર્ટ આપવામા આવ્યું છે.

આ સિવાય કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ૧૩ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તથા દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલી સહિત ૧૨ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. દરિયામાં ઊંચા મોજાં ઉછળવાની શક્યતા હોવાથી માછીમારોને ૫ ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા કડક સૂચના અપાઈ છે.

આજની આગાહી 

હવામાન વિભાગ અનુસાર, 2 ઓગસ્ટના રોજ કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની તીવ્રતા ઓછી થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હજુ પણ છૂટોછવાયો વરસાદ નોંધાઈ શકે છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ