gujarat winter : ઠંડીને લઈને હવામાન ખાતાની આગાહી સામે આવી છે. આગામી 5 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ ઠંડીની આગાહી કરતા જણાવ્યુ છે કે આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. ત્યાર પછી 2 દિવસ વાતાવરણ યથાવત્ રહેશે. પરંતુ ત્યાર પછી તાપમાનના પારામાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે.
આ પણ વાંચો : રાજ્યમાં ગાંધીનગર બન્યું સૌથી ઠંડુ શહેર! જાણો હવામાન અંગેની 7 દિવસની આગાહી!
અમદાવાદમાં રાતે તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાયું હતું. તો નલિયામાં 15 ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં 16 ડિગ્રી સેલ્સિયસ આસપાસ તાપમાન રહ્યું હતું. રાજ્યમાં હાલ પણ સામાન્ય કરતાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધુ છે. 2 દિવસ પછી તાપમાન ઘટ્યા બાદ 4 દિવસ પછી ફરી 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધશે.
આ પણ વાંચો : કડકડતી ઠંડી માટે રહેજો તૈયાર! 4 દિવસમાં 15 ડિગ્રી સુધી ગગડી શકેશે તાપમાન, જાણો શું છે હવામાન વિભાગની આગાહી
હવામાન ખાતાના અધિકારી અભિમન્યુ ચૌહાણે વધુમાં જણાવ્યું હતુ કે ઉત્તર ભારતીય પ્રદેશમાંથી પવન નહીં ફૂંકાવાના કારણે હજી ઠંડીની લહેર ચાલુ નહીં થાય.