gujrat weather : ગુજરાતમાં હવે ધીરે-ધીરે ઠંડી જામતી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી નીચું તાપમાન ગાંધીનગરમાં 15 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ છે. જયારે નલિયામાં 15.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુ છે. ત્યારે ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું હવામાન રહેશે તે અંગેની જાણકારી આપી છે.
આ પણ વાંચો : કડકડતી ઠંડી માટે રહેજો તૈયાર! 4 દિવસમાં 15 ડિગ્રી સુધી ગગડી શકેશે તાપમાન, જાણો શું છે હવામાન વિભાગની આગાહી
અમદાવાદના, હવામાન કેન્દ્રના ડાયરેક્ટર એ.કે. દાસે આજે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, ગુજરાતમાં 4 થી 5 દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં આવે પરંતુ 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે પરંતુ વધારે ઘટાડો નહીં નોંધાય.
આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ છે કે, અમદાવાદનું મહત્તમ તાપમાન 32.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ છે. જે છેલ્લા 24 કલાકની સરખામણીમાં 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું ગયુ છે. તો પણ આ તાપમાન સામાન્યથી વધારે છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ છે કે, છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 19.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ છે. જે છેલ્લા 24 કલાકમાં 0.8 ડિગ્રી સેલ્સિયસ વધ્યું છે. જે નોર્મલ થી 3 ડિગ્રી વધારે છે.
આ સાથે તેમણે જણાવ્યુ છે કે, પવનની દિશા ઉત્તર પૂર્વ દિશામાં છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ ચોખ્ખું રહેવાની આગાહી છે.
આ પણ વાંચો : હાલ વાતાવરણમાં ઠંડક વધી!,જાણો હવામાન ખાતાની આગામી સાત દિવસ આગાહી
હવામાન ખાતા પાસેથી મળતી માહિતી અનુસાર, ગાંધીનગરમાં 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુ હતુ. આ સાથે નલિયામાં 15.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુ હતુ. તો ડીસામાં 16.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુ છે. તો અમરેલી, વડોદરા અને રાજકોટમાં 17 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન નોંધાયુ હતુ. તો ભાવનગર, પોરબંદર અને દમણમાં 19 ડિગ્રી સેલ્સિયસની આસપાસ તાપમાન નોંધાયુ છે.