bitter cold : હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર ગુજરાત પર પડી રહી છે. જેની અસરના કારણે આગળના દિવસોમાં પણ રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવા લગાશે અને આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડશે.
ગુજરાતમાં હાલ શિયાળાની શરૂઆત થઈ ચુકી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારે અને રાત્રે લોકોને ગુલાબી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. આ સાથે જ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે પહોંચી ગયું છે. તેમજ, કેટલાંક શહેરોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ પણ નોંધવામાં આવ્યું છે.
આ પણ વાંચો : હાલ વાતાવરણમાં ઠંડક વધી!,જાણો હવામાન ખાતાની આગામી સાત દિવસ આગાહી
નવેમ્બર માસમાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. આ માસમાં સરેરાશ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. રવિવારે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રી સેલ્સિયસથી 25.4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. જે રાજ્યનું સૌથી ઓછું તાપમાન હતું.આ સિવાય ગુજરાતના ઓખામાં લઘુત્તમ તાપમાન 25.4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ઘાતક આગાહી!, ગુજરાતમાં ઠંડીના ચમકારા સાથે વાવાઝોડાની પણ સંભાવના!
9 શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી ઓછું નોંધાયું છે. આ સિવાય નલિયામાં સૌથી ઓછું 15.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. અમદાવાદમાં તાપમાન 18.9 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ હતું. પાટનગર ગાંધીનગરમાં તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ, વડોદરા અને રાજકોટમાં 17 ડિગ્રી સેલ્સિયસ તેમજ ડીસામાં 18.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. પોરબંદરમાં 18.8 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં 19.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, ભૂજમાં 19.7 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 20.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.