Ambalal prediction : ગુજરાતમાં હાલ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, એમ દેખાઈ રહ્યું છે. લોકોને હવે સવાર, સાંજની સાથે બપોરમાં પણ ઠંડીનો અનુભવ થવા માંડ્યો છે. મોટાભાગના શહેરોમાં 20 ડિગ્રી સેલ્સિયસથી પણ નીચું તાપમાન જોવા મળી રહ્યું છે, જ્યારે કેટલાક શહેરોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સુધી નોંધાયું છે, જેમાંથી એક પાટનગર ગાંધીનગર પણ છે જ્યાં લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રી પહોંચી ગયું છે.
આ પણ વાંચો : ગુજરાતમાં હવે ગુલાબી ઠંડી ક્યારે પડશે? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની નવી આગાહી
રાજ્યમાં પાટનગર ગાંધીનગરમાં હાલ નોંધવામાં આવેલ તાપમાન મુજબ રાજ્યનું સૌથી ઠંડુ શહેર તરીકે ગણવામાં આવ્યું છે. રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. 15.8 ડિગ્રી સેલ્સિયસના લઘુત્તમ તાપમાન સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર તરીકે દેખાઈ રહ્યુ છે. જ્યારે ઓખા 25.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યના સૌથી ગરમ શહેર બની ગયું છે. અમદાવાદની વાત કરીએ તો ત્યાં પણ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. શહેરમાં વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : ઠંડી વચ્ચે હવામાન ખાતાએ કરી આ રાજ્યોમાં વરસાદની આગાહી, જાણો ક્યાં રાજ્યોમાં પડશે વરસાદ?
શિયાળા વચ્ચે રાજ્યમાં વાદળ બંધાય તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશરના કારણે 20 થી 25 નવેમ્બરે ડીપ પ્રેશરમાં ચક્રવાત સર્જાય તેવી શક્યતા છે!, જેથી અરબ સાગરમાં 19 થી 22 વચ્ચે લો પ્રેરશ સર્જાશે, જો તે સોમાલીયા અને ઓનામ તરફ જશે તો ગુજરાતમાં વરસાદ નહીં ખાબકશે, પરંતુ જો તેઓ ગુજરાત તરફ આવશે તો વરસાદ થવાની પૂરે પૂરી શક્યતા છે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુંલેશનના કારણે ચક્રવાત બને તેવી શક્યતા છે, જેથી વાવાઝોડુ આવવાની સંભાવના વધશે.
હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે 20 નવેમ્બરે પશ્ચિમી વિક્ષેપ આવશે. જેના કારણે ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે, જેના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે. ત્યાર બાદ 23 તારીખે પણ ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થશે, જેની અસર પણ ગુજરાત પર પડશે અને રાજ્યમાં ઠંડીની લહેર આવશે.