rain forecast : અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ શુક્રવારે લાહોરથી દિલ્હી સુધીના આકાશની તસવીર શેર કરી છે. સમગ્ર વિસ્તાર ઝેરી ધુમાડાની લપેટમાં જોવા મળ્યો હતો. જાણે તે ઝેરી પવનના ગેસ ચેમ્બરમાં પેક થઈ ગયો હોય. ઝેરી પવનોને કારણે દિલ્હી, ચંદીગઢથી લાહોર સુધી હાલત ખુબજ ખરાબ છે. હવામાન ખાતાએ જણાવ્યું હતું કે પવનની ગતિ બંધ થઈ ગઈ હોવાથી આગામી 2-3 દિવસ સુધી સ્થિતિ આવી જ રહેશે.
પહાડો પરથી ફૂંકાતા પવનોને કારણે પ્રદૂષણ ફેલાઈ જવાની શક્યતા છે. હવામાન ખાતાએ જણાવ્યું છે કે દિલ્હી-NCRમાં સહિત ઉત્તર ભારતના મેદાની વિસ્તારોના ઘણા રાજ્યોમાં ઠંડીએ જોર પકડ્યું છે. તે જ સમયે દક્ષિણ ભારતના તમિલનાડુ, પુડુચેરી, માહે, કરાઈકલ અને કેરળમાં વરસાદી મોસમ ચાલુ છે.
આ પણ વાંચો : જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શિયાળાને લઇને કરી મોટી આગાહી, આ તારીખે પડશે હાડ થીજાવતી ઠંડી!
હવામાન ખાતાએ કહ્યું છે કે ઉત્તર ભારત અને હિમાલયની તળેટીમાં 17 થી 19 નવેમ્બર સુધી ગાઢ ધુમ્મસની શક્યતા છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે પંજાબ, હરિયાણા, બિહાર, પૂર્વી ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં 18 નવેમ્બર સુધી, હિમાચલ પ્રદેશથી લઈને સિક્કિમ સુધી 19 નવેમ્બર સુધી ગાઢ ધુમ્મસની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ધુમ્મસની સાથે-સાથે દિલ્હી-NCRમાં પણ તાપમાનમાં ઘટાડો નોંધવામાં આવ્યો હતો. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 12.5 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે, જે છેલ્લા કેટલાક દિવસો કરતાં વધુ ઠંડું છે. સવારે અને રાત્રીના ઠંડા પવનોને કારણે વાતાવરણ વધુ ઠંડું રહેવાની સંભાવના છે.
આ પણ વાંચો : ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડશે! અંબાલાલ પટેલની કડકડતી આગાહી
હવામાન ખાતાએ કહ્યું છે કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ સુધી તાજી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની છે. જેના કારણે પહાડી વિસ્તારોમાં ખાસ કરીને 15,000 ફૂટથી વધુ ઉંચાઈ વાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને ભારે હિમવર્ષા થવાની શક્યતા છે. હવામાન ખાતાએ જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હિમવર્ષા અને વરસાદની પીછેહઠને કારણે મેદાની વિસ્તારોમાં 21 નવેમ્બર સુધીમાં ઠંડી વધી શકે છે. હવામાનમાં થનારા પલટાને કારણે ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો તેજ ગતિએ ફૂંકાશે, જે પર્વતોથી મેદાની વિસ્તારોમાં ઠંડી લાવશે. આગામી દિવસોમાં પંજાબ, દિલ્હી, ઉત્તર રાજસ્થાન, ઉત્તર પ્રદેશથી લઈને મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડ સુધી તાપમાનમાં બોવ મોટો ઘટાડો થશે.
IMDના જણાવ્યા પ્રમાણે, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વિસ્તારોમાં નોર્થ ઈસ્ટ ચોમાસું ચાલુ છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ પડી શકે છે. હવામાન ખાતાએ કહ્યું છે કે મહારાષ્ટ્ર અને ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. જો કે તાપમાન સામાન્ય રહેશે. સરેરાશ દિવસનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
પૂર્વીય ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં તાપમાનમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. હવામાન ખાતાએ જણાવ્યું છે કે, પૂર્વ બિહાર અને દક્ષિણ બિહાર સહિત ઝારખંડમાં સવારે ખૂબ જ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જો કે દિવસનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ પર યથાવત છે. પરંતુ, સવારના ધુમ્મસમાં માણસોને જોવું અશક્ય બની ગયું છે. દૃશ્યતાના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તે જ સમયે, ઓડિશા અને બંગાળની ખાડી નજીકના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવા વરસાદ અને તેજ પવનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.