Vishabd | વાવાઝોડાનો ખતરો! હવામાન વિભાગે ચોમાસાની વિદાય વચ્ચે ભારે વરસાદની કરી આગાહી વાવાઝોડાનો ખતરો! હવામાન વિભાગે ચોમાસાની વિદાય વચ્ચે ભારે વરસાદની કરી આગાહી - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
વાવાઝોડાનો ખતરો! હવામાન વિભાગે ચોમાસાની વિદાય વચ્ચે ભારે વરસાદની કરી આગાહી

વાવાઝોડાનો ખતરો! હવામાન વિભાગે ચોમાસાની વિદાય વચ્ચે ભારે વરસાદની કરી આગાહી

Team Vishabd by: Akash | 05:36 PM , 14 October, 2024
Whatsapp Group

વાવાઝોડાને લઈને ભારે આગાહી

બંગાળની ખાડીમાં હલચલ ઉભી થઈ છે, અને આવી સ્થિતિમાં આગામી સમયમાં કેવી સ્થિતિ સર્જાઈ શકે છે તે અંગે હવામાન ખાતા દ્વારા શકયતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ જોતા ફરી એકવાર વાવાઝોડાનો ખતરો ઉભો થઈ રહ્યો છે.

આ પણ વાંચો : વડોદરા સહિત 23 જિલ્લામાં વરસાદ! જાણો તમારે ત્યાં કેવું રહેશે હવામાન, હવામાન વિભાગ અને અંબાલાલની નવી આગાહી

ગુજરાત સહિત દેશમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે, આવામાં વાવાઝોડાની શકયતાઓ અગાઉ વ્યક્ત કરવામાં આવી રહી હતી અને હવે વાવાઝોડું બનવાની સંભાવના જોવાઈ રહી છે. હવામાન નિષ્ણાતો દ્વારા વાવાઝોડા માટે સાનુકૂળ હવામાન બનવાની શકયતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. હવામાન ખાતાએ દેશમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શકયતાઓ વ્યક્ત કરી છે. હવામાન ખાતાએ 16 ઓક્ટોબર માટે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે.

ફરી એકવાર બંગાળની ખાડીમાં હલચલ વધી છે. હવામાન ખાતાએ ચેતવણી આપીને સોમવાર સુધીમાં લો પ્રેશર સિસ્ટમ ચક્રવાતમાં પરિવર્તિત થઈ શકે છે. ચક્રવાતને ધ્યાનમાં રાખીને આંધ્રપ્રદેશના ગૃહમંત્રીએ ગૃહ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓને સતર્ક રહેવાની સંભવિત પ્રભાવો માટે તૈયાર રહેવા માટેના નિર્દેશ કર્યા છે.

આ પણ વાંચો : ગુજરાતમાં બે દિવસ યલો એલર્ટ! સુરત, તાપી સહિત ક્યાં જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી?

ક્યાં રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે?

હવામાન ખાતા દ્વારા 10મી ઓક્ટોબર માટે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે, જેમાં દક્ષિણ-પશ્ચિમ મોનસૂન ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તથા બિહાર અને ઝારખંડમાં પાછું આવવાની શક્યતાઓ  દેખાઈ રહી છે. જેમાં દક્ષિણના દ્વીપકલ્પીયમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે.

જે વિસ્તારોમાં પરિસ્થિતિ બદલાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તેમાં બાપટલા, પ્રકાશમ, નેલ્લોર, કુરનૂલ અને નંદ્યાલા જેવા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. ચક્રવાતની અસર બંગાળથી બિહાર સુધી જોવા મળી શકે છે.

તા.14-15 અને 16માં અતિભારે વરસાદ ક્યાં પડશે?

દક્ષિણના રાજ્યોમાં હવામાન ખાતાએ પૂર્વનુમાન અનુસાર 15 ઓક્ટોબર સુધી તામિલનાડુ અને પુંડુચેરીમાં, આગામી 6 દિવસોમાં કેરળમાં અને 14થી 16 ઓક્ટોબર સુધી આંધ્રપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. કર્ણાટકમાં પણ 14 ઓક્ટોબર સુધી વરસાદ રહેશે. જ્યારે તામિલનાડુ અને કેરળમાં 14 અને 15 ઓક્ટોબરે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

આ સાથે ગુજરાતમાં આજે કેટલાક વિસ્તારોમાં વરસાદની શકયતાઓ વ્યક્ત કરાઈ રહી છે. જેમાં પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આ સિવાય સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવનો પણ સમાવેશ થાય છે.

તાપમાન અંગેની ભારે આગાહી

ગુજરાત સિવાય કોંકણ, ગોવા,મરાઠવાડા, પૂર્વ મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર,  છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદની સંભાવનાઓ છે. દિલ્હીમાં આજે આંશિક રૂપે વાદળો છવાયેલા રહેશે તથા મહત્તમ તાપમાન 34°C તથા લઘુત્તમ તાપમાન 19°C રહેશે.

મઘ્ય ગુજરાતના અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં સવારમાં હળવા છાંટા કેટલાક વિસ્તારોમાં થયા હતા, જોકે, આગામી સમયમાં હવે કમોસમી વરસાદની રાજ્યમાં કેવી સ્થિતિ રહી શકે છે તે અંગે હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ