Vishabd | વડોદરા સહિત 23 જિલ્લામાં વરસાદ! જાણો તમારે ત્યાં કેવું રહેશે હવામાન, હવામાન વિભાગ અને અંબાલાલની નવી આગાહી વડોદરા સહિત 23 જિલ્લામાં વરસાદ! જાણો તમારે ત્યાં કેવું રહેશે હવામાન, હવામાન વિભાગ અને અંબાલાલની નવી આગાહી - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
વડોદરા સહિત 23 જિલ્લામાં વરસાદ! જાણો તમારે ત્યાં કેવું રહેશે હવામાન, હવામાન વિભાગ અને અંબાલાલની નવી આગાહી

વડોદરા સહિત 23 જિલ્લામાં વરસાદ! જાણો તમારે ત્યાં કેવું રહેશે હવામાન, હવામાન વિભાગ અને અંબાલાલની નવી આગાહી

Team Vishabd by: Akash | 08:51 AM , 14 October, 2024
Whatsapp Group

વેલમાર્ક લો પ્રેશરને કારણે આજે હવામાન ખાતા દ્વારા ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી  કરવામાં આવી છે.

ક્યાં જીલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે?

રવિવારે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વેલમાર્ક લો પ્રેશરને કારણે આજે ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. 

આ પણ વાંચો : ગુજરાતમાં બે દિવસ યલો એલર્ટ! સુરત, તાપી સહિત ક્યાં જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી?

હવામાન ખાતાએ આપેલી માહિતી મુજબ, આજે પંચમહાલ અને દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, વડોદરા, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણમાં, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, બોટાદ અને દીવ ખાતે અમુક સ્થળોએ અને કચ્છ જિલ્લામાં અલગ-અલગ ભાગોમાં પણ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો : ચોમાસું હજી પણ ગયું નથી! કેટલા રાજ્યોમાં પડશે વરસાદ? હવામાન વિભાગની નવી આગાહી

તા.15 ના રોજ ક્યાં જીલ્લામાં વરસાદ પડશે?

15 મી તારીખ અને મંગળવારે વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં અલગ-અલગ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

ચક્રવાત અંગેની અંબાલાલ પટેલની ભારે આગાહી

તો બીજી બાજુ હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે, 16 થી 22 ઓક્ટોબરના રોજ ફરી વરસાદ આવવાની સંભાવના રહેશે. આ વરસાદ અણધાર્યો હશે. સમુદ્ર કિનારે ભારે પવન ફૂંકાવાની સંભાવના રહેશે. 17 ઓક્ટોબરના અરબી સમુદ્રના દરિયા કિનારે અને બંગાળની ખાડીના દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે. 23 ઓક્ટોબરથી બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત થવાની સંભાવના રહેશે. એક પછી એક સિસ્ટમ બનશે અને 7 નવેમ્બરે પણ બંગાળના ઉપસાગરમાં એક ચક્રવાત સર્જાવાની સંભાવના રહેશે.

હવે ઠંડીની શરૂઆત ક્યારે થશે?

હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલના મતે 16 થી 17 તારીખ વચ્ચે લો પ્રેશર બનશે, તેના કારણે દક્ષિણ ગુજરાતમાં 16 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર દરમિયાન વરસાદ આવવાની સંભાવના રહેશે. સાથે જ રાજ્યવાસીઓને 23 ઓક્ટોબરથી ગુલાબી ઠંડીનો અહેસાસ થશે. સાથે જ અંબાલાલ પટેલે કડકડતી ઠંડી અંગે પણ આગાહી કરી છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ