સપ્તાહના મધ્ય સુધી હવામાનમાં તીવ્ર ગતિવિધિ જોવા મળી શકે છે, પણ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બનેલા નીચા દબાણના વિસ્તારને લીધે દક્ષિણ ભારતમાંથી ચોમાસાની વિદાઈ પાછી ખેંચાઈ શકે છે.
દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ચોમાસાએ વિદાય લઈ લીધી છે. હવે ઠંડીની રાહ જોવાઈ રહી છે. જો સ્થિતિ આવી જ રહેશે તો લગભગ એક સપ્તાહ સુધી દિવસના તાપમાનમાં કોઈ ખાસ ઘટાડો થશે નહીં. રાત્રિના તાપમાનમાં નજીવો ઘટાડો જોવા મળશે. પરંતુ એક અઠવાડિયા પછી ઠંડી ગમે ત્યારે દસ્તક આપી શકે છે.
આ પણ વાંચો : આજે 9 જિલ્લા સાવધાન!, જાણો હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી
જો કે હજુ પણ હવામાન ખાતાની આગાહી મુજબ, દેશના કેટલાક રાજ્યોમાં આજે વરસાદ થવાની શક્યતા છે. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ, આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. જયારે મધ્ય મહારાષ્ટ્રમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. દક્ષિણ ભારતના તમિલનાડુ, કેરલ, અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં વરસાદ થવાની શક્યતા છે. જયારે હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ, 13 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર વચ્ચે દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો : રાજયના નવ જિલ્લામાં વરસાદની આગાહી, જાણો તમારા વિસ્તારમાં શું વરસાદ આવશે?
ભારતીય હવામાન વિભાગ અને ખાનગી એજન્સી સ્કાયમેટ બંનેની આગાહી છે કે 21 થી 22 ઓક્ટોબરે દિવસના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે! સામાન્ય રીતે ઉત્તર ભારતમાં નવેમ્બરના પહેલા સપ્તાહથી ઠંડીની શરૂઆત થાય છે, પરંતુ ઓક્ટોબરના બીજા સપ્તાહથી તાપમાનમાં ઘટાડો થવા લાગશે.
ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું છે કે, ભારતના દક્ષિણ ભાગમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બનેલા નીચા દબાણના વિસ્તારથી ઉત્તર ભારતના રાજ્યોને અસર નહીં થાય. જો કે નીચા દબાણની અસરને કારણે માત્ર દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણના કેટલાક રાજ્યોમાં જ વરસાદ પડી શકે!
આની અસરથી ઉત્તર મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં પણ પ્રભાવિત થઈ શકે છે, પરંતુ ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યો પર તેની અસર નહીં થાય. ભારતીય હવામાન વિભાગ જણાવ્યા મુજબ, અરબી સમુદ્રમાં એક સરક્યુલેશન બન્યું છે, જે રવિવાર સવાર સુધીમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે, પરંતુ તેનાથી ભારત માટે કોઈ ખતરો નથી, કારણ કે તેની દિશા ઓમાન તરફ છે.
બીજું દબાણ પણ દક્ષિણ બંગાળની ખાડી તરફ બન્યું છે, જેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આગામી કેટલાક કલાકોમાં તે ચક્રવાતમાં ફેરવાય તેવી સંભાવના છે, જેની સૌથી વધુ અસર આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં થઈ શકે છે. જો બંગાળની ખાડીમાં હલચલ વધુમાં વધુ તીવ્ર બનશે તો તાપમાનમાં ઝડપથી ઘટાડો નહીં થાય, પરંતુ ચોમાસું પાછું ખેંચવાનું થોડા દિવસો માટે રોકાઈ શકે છે.
સામાન્ય રીતે, 17 ઓક્ટોબર સુધીમાં ચોમાસું સંપૂર્ણ રીતે પાછું ખેંચાય જાય તેવી સંભાવના છે. જોકે, થોડા દિવસોમાં દક્ષિણ-પશ્ચિમ તરફ બંગાળની ખાડીમાં ત્રીજું લો પ્રેશર વિસ્તાર બનવાના સંકેતો જોવા મળ્યા છે. આવી સ્થિતિમાં આગામી સપ્તાહના મધ્ય સુધી હવામાનમાં તીવ્ર ગતિવિધિ જોવા મળી શકે છે. શુક્રવારે ઉત્તર પ્રદેશમાંથી ચોમાસું સંપૂર્ણપણે પાછું ખેંચાઈ ગયું છે. શનિવાર સુધીમાં અડધા બિહાર અને છત્તીસગઢના કેટલાક ભાગોમાંથી ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે.