અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમને કારણે ગુજરાતના હવામાનમાં ફેરફાર થયો છે અને ઘણા જિલ્લાઓમાં ચોમાસું પૂરું થયા બાદ ફરીથી વરસાદ શરૂ થયો છે.
સુરત અને બારડોલી સહિત દક્ષિણ ગુજરાતના અનેક સ્થળોએ શુક્રવારે રાતથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે પણ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમને કારણે ગુજરાતના હવામાનમાં ફેરફાર થયો છે અને ઘણા જિલ્લાઓમાં ચોમાસું પૂરું થયા બાદ ફરીથી વરસાદ શરૂ થયો છે. ગુજરાતના દરિયાકાંઠેથી કિલોમીટરો દૂર બનેલી આ સિસ્ટમ હવે વધારે મજબૂત બની છે અને વધારે તીવ્ર બનશે તેવી આગાહી કરવામાં આવી છે. હાલ આ સિસ્ટમ વેલ માર્ક્ડ લો પ્રેશર એરિયા બની ગયો છે.
આ પણ વાંચો : રાજયના નવ જિલ્લામાં વરસાદની આગાહી, જાણો તમારા વિસ્તારમાં શું વરસાદ આવશે?
હવામાન ખાતાએ આપેલી માહિતી મુજબ, આજે દશેરાના દિવસે 12 મી તારીખે જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર તથા દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : નવરાત્રીના છેલ્લા દિવસે મેઘરાજાની રમઝટ, ક્યાં જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી?
હવામાન ખાતાએ આપેલી માહિતી મુજબ, 13 મી તારીખે રવિવારે દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, વડોદરા, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ગીર સોમનાથ, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ અને ખેડામાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે વડોદરા, ડાંગ, વલસાડ તથા દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
14 મી તારીખે વરસાદની તીવ્રતા ઓછી થતી જણાઈ રહી છે. હવામાન ખાતાએ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે, ત્યારે 14 ઓક્ટોબરે પોરબંદર, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી, નવસારી,ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ડાંગ, વલસાડ જિલ્લાના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે પંચમહાલ અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
15 મી તારીખે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, તાપી, નવસારી, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ તથા દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
16 મી તારીખે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
17 મી તારીખે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.