Gujarat Weather : ઉત્તર ભારતમાં થઇ રહેલી હિમવર્ષાને કારણે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. 2 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ શહેરના લઘુતમ તાપમાનમાં 1 થી 3 ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટાડો થયો છે. હવામાન ખાતાએ આગામી 7 દિવસમાં ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે તે અંગેની આગાહી કરી છે. આગામી દિવસો દરમિયાન રાજ્યમાં વર્તમાન ઠંડીનું મોજુ યથાવત રહે તેવી સંભાવના શક્યતા ખાતાએ વ્યક્ત કરી છે.
આ પણ વાચો : ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં લો પ્રેશર, વરસાદ પડશે!, અંબાલાલની ચિંતાતુર કરી દે તેવી આગાહી
અમદાવાદના હવામાન ખાતાના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે જણાવ્યુ છે કે, આગામી 7 દિવસ સુકૂં તાપમાન રહેશે. આ સાથે આવનારા 5 દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં આવે. રાજ્યમાં આજના દિવસે તાપમાન વધશે. પછી તાપમાન ફરીથી નીચું જઇ શકે છે.
આ પણ વાચો : અંબાલાલ પટેલની ભયજનક આગાહી!, ખાડીની સિસ્ટમના કારણે ગુજરાતના કયા વિસ્તારોમાં ફરી મેઘરાજા બોલાવશે ધબધબાટી?
અમદાવાદના હવામાન ખાતાના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે જણાવ્યુ છે કે, આગામી 2 દિવસ પછી ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. પવનની દિશા બદલાવવાને કારણે ઠંડીમાં વધારો થઈ શકે છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અમરેલી અને વડોદરામાં સૌથી ઓછું 14 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. આ સાથે અમદાવાદમાં 16.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું જ્યારે ગાંધીનગરમાં 15.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. આ સાથે રામાશ્રય યાદવે જણાવ્યુ છે કે, આગામી 24 કલાકમાં અમદાવાદમાં 17 ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં 16 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાની સંભાવના છે.
જ્યારે વહેલી સવારે પવનની ગતિ સામાન્ય કરતા વિશેષ રહેતા ઠંડા-સૂકા પવન ફૂંકાયા હતા. જેના કારણે ઠંડીનો ચમકારો વર્તાયો હતો. આજે અમદાવાદનું લઘુતમ તાપમાન 16.5 ડિગ્રી સેલ્સિયસે પહોંચી જતા વહેલી પરોઢે કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો. શિયાળાની ઋતુએ જમાવટ કરી છે. જેના કારણે વહેલી પરોઢે વિવિધ શહેરના લઘુતમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેતા સારી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે.
હવામાન ખાતાએ આપેલા આંકડા જોઈએ તો, ગુરૂવારે વડોદરા અને કેશોદમાં 14 ડિગ્રી સેલ્સિયસની આસપાસ લઘુત્તમ તાપમાન નોંધાયુ હતુ. આ સાથે ડીસામાં 15.8 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 15.7 ડિગ્રી સેલ્સિયસ, વિ.વિ.નગરમાં 18.2 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 14.1 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 19 ડિગ્રી સેલ્સિયસ, નલિયામાં 15.4 ડિગ્રી સેલ્સિયસ, કંડલામાં 15 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં 14.3 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 16.4 ડિગ્રી સેલ્સિયસ, પોરબંદરમાં 15 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 15 ડિગ્રી સેલ્સિયસ, સુરેન્દ્રનગરમાં 17 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુ હતુ.