Ambalal prediction : ગુજરાતની વાત કરીએ તો રાજ્યના હવામાન ખાતાએ મંગળવારે જણાવ્યું હતું કે અમદાવાદમાં આગામી 3 દિવસમાં તાપમાનમાં એક ડિગ્રી સેલ્સિયસનો ફેરફાર થઈ શકે છે. અમદાવાદમાં 15.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. આગામી 3 દિવસ પછી તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં વધારો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં 1 થી 2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. હાલ પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી હવામાનમાં વધુ કોઈ ફેરફાર થવાની કોઈ સંભાવના નથી.
આ પણ વાંચો : ગુજરાતમાં ઠંડી હવે ધ્રુજાવી દેશે, શિમલા કરતાં ક્યું શહેર બન્યું ઠંડું?, જાણો બીજા અન્ય શહેરોની સ્થિતિ
ગુજરાતમાં પણ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં 3 થી 5 ડિસેમ્બર દરમિયાન લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. અન્ય ડિપ્રેશનને કારણે માત્ર મુંબઈ સુધી જ નહીં, પરંતુ દક્ષિણ ગુજરાત સુધી પણ વરસાદ કે વાદળો આવવાની સંભાવના છે. 22 ડિસેમ્બરથી ભારતના ઉત્તરી પર્વતીય વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે. ગુજરાતમાં 28 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડશે.
હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં ઓછા દબાણને કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે. બીજી બાજુ, બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન, જે ચક્રવાતમાં ફેરવાશે, 29 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી તમિલનાડુ, પોંડિચેરી અને ચેન્નાઈના વિસ્તારોમાં અસર કરે તેવી સંભાવના છે.
આ પણ વાંચો : ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં રાજ્યના આ વિસ્તારમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલની જોરદાર આગાહી, જાણો તેણે શું કહ્યું?
સ્થાનિક હવામાન કેન્દ્રએ તામિલનાડુ અને પુડુચેરીના કેટલાક વિસ્તારોમાં 26 થી 28 નવેમ્બર દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આ પછી, NDRFની ચોથી ટીમની 7 ટીમોને તાત્કાલિક તૈનાત કરવામાં આવી છે. આ ટીમમાં 30 બચાવકર્તા સામેલ છે. તોફાનની અસર 1 અને 2 ડિસેમ્બરે પણ જોવા મળી શકે છે.
દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી અને શ્રીલંકાના દરિયાકાંઠે પવનની ઝડપ 60-70Km પ્રતિ કલાકથી વધીને 80Km પ્રતિ કલાક થવાની સંભાવના છે. દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં સવાર સુધી 65-75Km પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જે પછીથી વધીને 85Km પ્રતિ કલાક થઈ શકે છે.
દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલ ડિપ્રેશન મંગળવારે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે તે હવે ચક્રવાતી તોફાનમાં ફેરવાશે અને તેની તીવ્રતા વધશે. તે પછી, તે આગામી 2 દિવસમાં શ્રીલંકાના કિનારાને અડીને આવેલા તમિલનાડુના દરિયાકાંઠા તરફ ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાનું ચાલુ રાખશે.
જેના કારણે દરિયાકાંઠાના રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે. આ સિવાય પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં 29 નવેમ્બરથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની સંભાવના છે.