Low pressure in December : દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે આગાહી કરી છે. ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં લો પ્રેશરના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે. બીજી બાજુ બંગાળની ખાડીમાં જે ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં પરિવર્તિત થશે આ તોફાનની અસર તામિલનાડુ પુડુંચેરી અને ચેન્નઈના વિસ્તારોમાં 29 નવેમ્બર થી 2 ડિસેમ્બર સુધી થવાની સંભાવના છે.
આ પણ વાંચો : અંબાલાલ પટેલની ભયજનક આગાહી!, ખાડીની સિસ્ટમના કારણે ગુજરાતના કયા વિસ્તારોમાં ફરી મેઘરાજા બોલાવશે ધબધબાટી?
ગુજરાતની વાત કરીએ તો રાજ્ય હવામાન વિભાગે મંગળવારે જણાવ્યું હતું કે આગામી 3 દિવસ અમદાવાદમાં તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો ફેરફાર થઈ શકે છે. અમદાવાદમાં 15.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. આગામી 3 દિવસ પછી તાપમાનમાં ઘટાડો થતા ઠંડી વધશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટી શકે છે. હાલ પૂર્વીય પવનો ફૂંકાતા હવામાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહિવત છે.
હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં ઠંડીનું જોર વધશે. 28 નવેમ્બર સુધીમાં વેસટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીનું જોર વધશે. 2 ડિસેમ્બરથી બાંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત આવશે. તો 15-17 ડિસેમ્બરમાં ગુજરાતમાં વાદળવાયુ આવવાની સંભાવના છે. 22 ડિસેમ્બરથી ભારતના ઉત્તરીય પર્વત પ્રદેશોમાં હિંમવર્ષા થશે. 28 ડિસેમ્બરથી ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે.
આ પણ વાંચો : ગુજરાતમાં ઠંડી હવે ધ્રુજાવી દેશે, શિમલા કરતાં ક્યું શહેર બન્યું ઠંડું?, જાણો બીજા અન્ય શહેરોની સ્થિતિ
બંગાળની ખાડીના દક્ષિણ પશ્ચિમ અને શ્રીલંકાના દરિયાકાંઠે પવનની ઝડપ 60-70 Km પ્રતિ કલાકથી વધીને 80Km પ્રતિ કલાક થવાની સંભાવના છે. સવાર સુધી બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમમાં 65-75Km પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જે પછીથી વધીને 85Km પ્રતિ કલાક થઈ શકે છે.