રાજ્યમાં વરસાદ અંગે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની મોટી આગાહી
નવરાત્રિ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની શકયતાઓ
અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બનવાની શક્યતાઓ
વરસાદી સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી શકે તેવી શક્યતાઓ
આ પણ વાંચો : શરદપૂનમના ચંદ્ર માટે અંબાલાલ પટેલે આપ્યા મોટા સમાચર, ઓક્ટોબરમાં વધુ એક વાવાઝોડાની મોટી આગાહી
રાજ્યમાં હવે નવરાત્રિનો તહેવાર શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે મેઘરાજા નવરાત્રિમાં ખેલૈયાઓની મજા ન બગાડે તેવી પ્રાર્થના માઈભક્તો અને ગરબા પ્રેમીઓ કરી રહ્યા છે.
જો કે, ખેલૈયાઓ માટે નવરાત્રિ પહેલા મહત્ત્વનાં સમાચાર આપવામાં આવેલ છે. હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. તેમણે કહ્યું છે કે, નવરાત્રિ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની શકયતાઓ છે.
આ પણ વાંચો : કાલે જળબંબાકાર, શું આજે પણ ભારે વરસાદની શક્યતા? શું છે હવામાન વિભાગની આગાહી
હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, નવરાત્રિનાં તહેવાર દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે આજે બપોર બાદ રાજ્યનાં કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની સંભાવના છે. હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે આગળ જણાવ્યું કે, 7 થી 10 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. સાથે જ મધ્ય ગુજરાતનાં કેટલાક ભાગોમાં પણ વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે.
હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે આગળ જણાવ્યું કે, અરબી સમુદ્રમાં વરસાદની સિસ્ટમ બનવાની શક્યતાઓ દેખાઈ રહી છે, જેના કારણે રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. 10 થી 14 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં આ સિસ્ટમ બની શકે છે. આ વરસાદની સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી શકે છે. જ્યારે 28 ઓક્ટોબર સુધીમાં સાયક્લોન ચક્રવાતમાં રૂપાંતર થઈ શકે. હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે કહ્યું કે, સૌરાષ્ટ્ર સહિતનાં અન્ય કેટલાક ભાગોમાં વરસાદની અસર થઈ શકે છે