Vishabd | હાડ થીજવતી ઠંડી સાથે પડશે વરસાદ!, પરેશ ગોસ્વામીની તારીખો સાથેની ભારે આગાહી હાડ થીજવતી ઠંડી સાથે પડશે વરસાદ!, પરેશ ગોસ્વામીની તારીખો સાથેની ભારે આગાહી - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
હાડ થીજવતી ઠંડી સાથે પડશે વરસાદ!, પરેશ ગોસ્વામીની તારીખો સાથેની ભારે આગાહી

હાડ થીજવતી ઠંડી સાથે પડશે વરસાદ!, પરેશ ગોસ્વામીની તારીખો સાથેની ભારે આગાહી

Team Vishabd by: Akash | 04:30 PM , 13 December, 2024
Whatsapp Group

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી - rain forecast 

rain forecast : હાલ ગુજરાતમાં શિયાળો જામ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં માવઠું થાય તેવી શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, આ વખતનો શિયાળો લાંબો ચાલશે, આ વખતે માર્ચ મહિનામાં જ ગરમી લાગશે, ફેબ્રુઆરી મહિના સુધી તો ઠંડી લાગશે જ.

હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ પોતાના સોશિયલ મીડિયા ચેનલ પર ગુજરાતના હવામાન અંગેની માહિતી આપી છે.

જેમાં તેમણે જણાવ્યું છે કે, આપણે પહેલા વાત કરી હતી કે, 2024-25નો શિયાળો ઘણો સારો રહેશે. તે મુજબ હવે શિયાળો જામી ગયો છે. હાલ પડી રહેલી ઠંડીનો રાઉન્ડ 14 ડિસેમ્બર સુધી રહેશે. જે પછી થી ઠંડીમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે. એટલે કે 14 ડિસેમ્બર પછી 1-2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી શકે છે. જે પછી 18-19 ડિસેમ્બરથી ફરી પાછો ઠંડીનો રાઉન્ડ જોવા મળશે.

આ પણ વાચો : કડકડતી ઠંડી માટે રહેજો તૈયાર!, અંબાલાલ પટેલે અને હવામાન વિભાગ કરી છે આગાહી

માવઠા અંગે પરેશ ગોસ્વામીએ શું જણાવ્યું? - rain forecast 

આ સાથે હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં માવઠા અંગે જણાવ્યું છે કે, આ વખતે જેમ ચોમાસું લાંબુ ચાલ્યું તેમ ગયા વર્ષની સરખામણીમાં શિયાળો પણ લાંબો ચાલશે. આગાહીમાં તેમણે જણાવ્યું છે કે, 15 ફેબ્રુઆરી સુધી તાપમાન નીચું રહેવાની શક્યતા છે. 15 થી 28 ફેબ્રુઆરી સુધીના સેશનમાં ગુલાબી ઠંડી તો જોવા મળશે.

આ પણ વાચો : વરસાદ સાથે તીવ્ર ઠંડી પડશે!, પરેશ ગોસ્વામીએ કરી જોરદાર આગાહી, જાણો ક્યાં રહેશે કેવું તાપમાન!

તાપમાનમાં વધારો થશે? - rain forecast 

આ સાથે હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ ગરમી અંગેની વાત કરતા જણાવ્યું છે કે, ઉનાળાની શરૂઆત માર્ચ મહિનામાં જ શરૂ થશે. જોકે, સારા શિયાળાની સાથે નબળા સમાચાર પણ છે કે, માવઠું આવશે પરંતુ બે ભાગમાં વિભાજિત થઈ જશે. પહેલું માવઠું ડિસેમ્બર મહિનામાં આવી શકે છે. દક્ષિણ ભારતમાં ખૂબ પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે. આ સિસ્ટમો ગુજરાત તરફ આવે તો અહીં પણ અસર કરે તેવી સંભાવનાઓ રહેલી છે.

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, ડિસેમ્બર મહિનામાં માવઠું થાય તો 21 થી લઈને 24 ડિસેમ્બરે માવઠું થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો આ માવઠું થાય તો દક્ષિણથી લઈને સૌરાષ્ટ્રના દરિયાકિનારાને અસર કરી શકે છે. હવે તમિલનાડુ અને કેરળની ઉપર જે સિસ્ટમ સક્રિય છે તેની મજબૂત સિસ્ટમ બંગાળની ખાડી પર થઈને તમિલનાડુ, પોંડિચેરી થઈ અરબ સાગરમાં પ્રવેશ કરવાની છે. જે પછી તે ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે અને વધારે ઉત્તર તરફ આવે તો જ ગુજરાતને અસર કરી શકે છે. આ રીતે જાન્યુઆરી મહિનામાં પણ માવઠાની સંભાવનાઓ છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ