Vishabd | વરસાદ સાથે તીવ્ર ઠંડી પડશે!, પરેશ ગોસ્વામીએ કરી જોરદાર આગાહી, જાણો ક્યાં રહેશે કેવું તાપમાન! વરસાદ સાથે તીવ્ર ઠંડી પડશે!, પરેશ ગોસ્વામીએ કરી જોરદાર આગાહી, જાણો ક્યાં રહેશે કેવું તાપમાન! - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
વરસાદ સાથે તીવ્ર ઠંડી પડશે!, પરેશ ગોસ્વામીએ કરી જોરદાર આગાહી, જાણો ક્યાં રહેશે કેવું તાપમાન!

વરસાદ સાથે તીવ્ર ઠંડી પડશે!, પરેશ ગોસ્વામીએ કરી જોરદાર આગાહી, જાણો ક્યાં રહેશે કેવું તાપમાન!

Team Vishabd by: Akash | 04:32 PM , 07 December, 2024
Whatsapp Group

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની જોરદાર આગાહી - cold with rain

cold with rain : ડીસેમ્બર માસ શરૂ થયો હોવા છતાં હજી સુધી ગુજરાતમાં અપેક્ષા મુજબ શિયાળાનું આગમન થયું નથી. દક્ષિણ ભારતના દરિયાકાંઠે અથડાતા ચક્રવાત 'ફેંગલ' ની અસરને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જ્યારે રાજ્યમાં તાપમાનમાં વધારો નોંધાયો હતો, ત્યારે કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પણ થયો હતો. આવી સ્થિતિમાં જાણીતા હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ રાજ્યમાં ઠંડીને લઈને જોરદાર આગાહી કરી છે.

હાલમાં જમ્મુ-કાશ્મીર, લેહ-લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાંથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેના કારણે ત્યાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. તેના બર્ફીલા પવનો ઉત્તર-પૂર્વથી ગુજરાત તરફ ફૂંકાશે. જેના કારણે ગુજરાતમાં ઠંડીનો સમય રહેશે.

આ પણ વાંચો : ગુજરાતમાં ભરશિયાળે માવઠાની આગાહી!, જાણો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી

તાપમાન અંગેની જોરદાર આગાહી - cold with rain

અત્યાર સુધી ગુજરાતમાં માત્ર બે-ત્રણ દિવસની ઠંડીનો થોડો સમય જોવા મળ્યો છે. જેમાં લઘુત્તમ તાપમાન 11 થી 12 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જો કે આગામી બે દિવસમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. ચાર-પાંચ દિવસ સુધી ચાલતા આ ઠંડા સમયગાળા દરમિયાન લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે જઈ શકે છે.

જેમાં ઉત્તર ગુજરાતના ઇડર, પાલનપુર, વાવ, ઇકબાલગઢ, વાવ, થરાત અને કચ્છના મુન્દ્રા, માંડવીમાં તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે જઇ શકે છે. આ સાથે જ સૌરાષ્ટ્રમાં પણ અમરેલી, જૂનાગઢ અને ઉનામાં તાપમાનમાં ઘટાડો જોવા મળશે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ તીવ્ર ઠંડી પડી શકે છે. બપોર પછી ઠંડીનો અહેસાસ થશે.

જો કે, આ સમયગાળાને કોલ્ડ વેવ ન કહી શકાય, પરંતુ તીવ્ર ઠંડી પડી શકે છે. આ સમયગાળા દરમિયાન 2024ના વાસ્તવિક શિયાળાની સૌથી ઠંડી શરૂઆત થવાની શક્યતા છે. હજી ઠંડીનો અનુભવ થયો નથી, પરંતુ 2 દિવસમાં ઠંડીનો માહોલ શરૂ થઈ જશે.

આ પણ વાંચો : ગુજરાતના વાતાવરણે લીધો યુટર્ન! હવામાન ખાતાની અને અંબાલાલ પટેલની ભારે આગાહી

કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના!

હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી રહેવાની સંભવના છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ હળવા વરસાદની શક્યતા છે.

ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. કેટલાક વિસ્તારોમાં તાપમાન 8 થી 6 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. જેના કારણે હાડ થીજવતી ઠંડી પડી શકે છે. સાથે જ બંગાળની ખાડીમાં 15 થી 20 ડિસેમ્બર વચ્ચે લો પ્રેશર સર્જાવાની સંભાવના છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ