gujarat rain : હવામાન ખાતાએ જણાવ્યુ છે કે, અમદાવાદમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.
ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાએ વિદાય લઈ લીધી છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, હાલ રાજ્યમાં વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ નથી. ત્યારે ગુજરાતના કેટલાક ભાગોમાં આગામી સાત દિવસ સુધી હળવાથી સામાન્ય વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે શહેરમાં સવારે અને રાતે થોડી ઠંડક લાગે છે પરંતુ હજી બફારો ગયો હોય તેમ લાગતું નથી.
આ પણ વાંચો : ભારે વાવાઝોડું ફૂંકાશે!, ગુજરાતના ક્યાં જિલ્લાઓમાં માવઠા ચાલુ રહેશે? અંબાલાલ પટેલની ચોકાવનારી આગાહી
હવામાન ખાતાના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આજે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ આ બધા જિલ્લામાં તથા દમણ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : દીવાળી સૂધી માવઠા આવતા રહેશે, જાણો અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી
હવામાન ખાતાએ વધુમાં એ જણાવ્યું છે કે, આવતીકાલે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, છોટાઉદેપુર, નર્મદા, તથા દમણ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન ખાતાના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર, હાલ રાજ્યમાં કન્વેક્ટિવ એક્ટિવિટીના કારણે રાજ્યના અલગ અલગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આના કારણે ગુજરાતમાં સાત દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદ રહેવાની ભારે આગાહી છે.
આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે, અમદાવાદમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. અમદાવાદનું લઘુતમ તાપમાન 25.4 નોંધાયું જે સામાન્ય 4.5 ડિગ્રી વધુ છે. મહત્તમ તાપમાન 37.4 જે સામાન્ય તાપમાન કરતાં 1.05 ડિગ્રી વધુ તાપમાન નોંધવામાં આવ્યું છે.