Vishabd | ગુજરાતમાં હજી પણ વરસાદ ગયો નથી! હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ તારીખ સાથે કરી મોટી આગાહી ગુજરાતમાં હજી પણ વરસાદ ગયો નથી! હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ તારીખ સાથે કરી મોટી આગાહી - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
ગુજરાતમાં હજી પણ વરસાદ ગયો નથી! હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ તારીખ સાથે કરી મોટી આગાહી

ગુજરાતમાં હજી પણ વરસાદ ગયો નથી! હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ તારીખ સાથે કરી મોટી આગાહી

Team Vishabd by: Akash | 03:51 PM , 08 October, 2024
Whatsapp Group

હવે ચોમાસુ ક્યારે લેશે વિદાય?

હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામી દ્વારા આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : ગુજરાતના હવામાન પર કેવી અસર કરશે આ બે-બે વાવાઝોડા? અંબાલાલ પટેલની મોટી આગાહી

આગામી થોડાક જ દિવસોમાં આખા રાજ્યમાંથી ચોમાસું વિદાય લઇ લેશે. અત્યારે હાલ ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદની કોઈ પણ આગાહી નથી. ત્યારે હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામી દ્વારા આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, આજથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભૂર પવન સેટ થવાનું ચાલુ થઈ જશે. આ સાથે તેમણે માવઠા અંગેની પણ આગાહી કરી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં વરસાદ અને ગરમીની તીવ્રતા કેવી રહેશે? હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીની નવી આગાહી

માવઠું ક્યાં વિસ્તારોમાં થઈ શકે છે?

હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ પોતાની યુ ટ્યુબ ચેનલ પર આગાહી આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં હાલ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળે છે. પરંતુ ખેડૂત મિત્રોએ ડરવાની જરૂર નથી. 7 થી 9 ઓક્ટોબર દરમિયાન ગરમીને કારણે છૂટાછવાયા માવઠાના વરસાદી ઝાપટાં પડી શકે છે. આ દિવસોમાં જ્યાં પણ માવઠું પડશે ત્યાં એકદમ સામાન્ય અને છૂટાછવાયા ઝાપટાં હશે. ખેતીના પાકોને નુકસાન થાય તેવા ઝાપટાંની સંભાવના નથી. હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ એમ પણ જણાવ્યું છે કે, આજથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભૂર પવન સેટ થવાનું ચાલુ થઈ જશે. જોકે, છેલ્લા બે દિવસથી કેટલાક વિસ્તારોમાં ભૂર પવન નોંધાઈ રહ્યો છે પરંતુ આજથી વધારે વિસ્તારોમાં આ પવનોની શરૂઆત થશે, એટલે શિયાળું પવનો સેટ થવા લાગશે.

પરેશ ગોસ્વામી તાપમાન અંગે શું કહે છે?

હાલ તાપમાનમાં વધારો થતાં અને ભેજને કારણે ભારે ઉકળાટ અનુભવાઇ રહી છે. આવામાં તાપમાન અંગે હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, તાપમાનની વાત કરીએ તો 32 થી લઇ 36 ડિગ્રી સુધી તાપમાન નોંધવામાં આવ્યું છે. હજુ આવનારા દિવસોમાં તાપમાન 1 થી 2 ડિગ્રી ઊંચું જાય તેવી શક્યતા છે. અરબ સાગરનું તાપમાનમાં પણ વધારો થઈ રહ્યો છે. સંપૂર્ણ ઓક્ટોબર મહિના દરમિયાન તાપમાન ઊંચું રહેશે. પરંતુ આ મહિનામાં એક અસ્થિરતાને કારણે ગુજરાતમાં માવઠું થઈ શકે છે. આ માવઠું 15 થી 20 ઓક્ટોબર વચ્ચે થવાની શક્યતા છે. તે પહેલા ખેડૂત મિત્રોએ પોતાનો ચોમાસું પાક સાચવી લેવો જોઈએ. અરબ સાગરમાં અસ્થિરતાને કારણે ગુજરામાં માવઠું થશે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં માવઠું થઈ શકે છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ