Vishabd | ગુજરાતમાં વરસાદ અને ગરમીની તીવ્રતા કેવી રહેશે? હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીની નવી આગાહી ગુજરાતમાં વરસાદ અને ગરમીની તીવ્રતા કેવી રહેશે? હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીની નવી આગાહી - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
ગુજરાતમાં વરસાદ અને ગરમીની તીવ્રતા કેવી રહેશે? હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીની નવી આગાહી

ગુજરાતમાં વરસાદ અને ગરમીની તીવ્રતા કેવી રહેશે? હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીની નવી આગાહી

Team Vishabd by: Akash | 09:58 AM , 07 October, 2024
Whatsapp Group

ગુજરાતમાં હાલ નવરાત્રી ચાલી રહી છે ત્યારે ખેલૈયાઓને પણ એક જ ચિંતા છે કે, આ દિવસોમાં વરસાદ ન પડે.

ચોમાસું ક્યાં ભાગોમાંથી વિદાય લઈ ચક્યું છે?

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે. હજી કેટલાક ભાગોમાં ચોમાસું સક્રિય છે. ગુજરાતમાં હાલ નવરાત્રી ચાલી રહી છે ત્યારે ખેલૈયાઓને પણ એક જ ચિંતા છે કે, આ દિવસોમાં વરસાદ ન પડે. ત્યારે હવામાન ખાતાએ ખેલૈયાઓ ખુશ થઈ જાય તેવી આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી 7 દિવસ ગુજરાતનું વાતાવરણ સુકું રહેવાની સંભાવના છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યા મુજબ, ગુજરાતમાં હજી પણ ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટાં અને તાપમાનમાં વધારો થવાની શક્યતા છે.

આ પણ વાંચો : નવરાત્રી વચ્ચે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી, જાણો શું છે વાવાઝોડાની આગાહી

હવામાન વિભાગની વરસાદ અંગેની આગાહી

હવામાન ખાતાએ આપેલી માહિતી મુજબ, આજથી એટલે કે, 7 થી 13 ઓક્ટોબર સુધીમાં એટલે કે સોમવાર થી રવિવાર સુધી આખા ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી. ગુજરાતનું હવામાન સૂકું રહેશે તેવી આગાહી કરવામાં આવેલ છે. આ સાથે તાપમાન અંગેની માહિતી પણ આપવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, 24 કલાક સુધી તાપમાન યથાવત્ રહેશે ત્યારબાદ મહત્તમ અને ન્યૂનતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાવવાની સંભાવના છે.

આ પણ વાંચો : નવરાત્રિ પછી કંઈક થશે મોટું , અંબાલાલ પટેલેની વાવાઝોડાની આગાહી

પરેશ ગોસ્વામીની વાવઝોડા અંગેની આગાહી

હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ પોતાની યુટ્યુબ ચેનલમાં વરસાદ, વાવાઝોડું અને વિદાય અંગેની માહિતી આપી છે. તેમણે 5, ઓક્ટોબરની રાતે આપેલી આગાહીમાં જણાવ્યું છે કે, સામાન્ય રીતે નૈઋત્યનું ચોમાસું 5 ઓક્ટોબર સુધીમાં આખા ગુજરાતમાંથી વિદાય લઈ લેતું હોય છે. પણ આ વખતે ચોમાસું થોડું લાંબુ છે

ચોમાસું હજી ક્યાં ભાગોમાં સક્રિય છે?

હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ એમ પણ જણાવ્યું છે કે, આજે પણ રાજ્યના અમુક વિસ્તારોમાં ચોમાસું સક્રિય છે. જેમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હજી પણ ચોમાસું સક્રિય છે. જોકે, આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાંથી પણ ચોમાસાની વિદાય થઈ જશે.

હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે, હજુ પણ 7 થી 8 તારીખની આસપાસ છૂટાછવાયા વરસાદી ઝાપટાંની સંભાવના છે. આ વરસાદ 7 થી 9 તારીખ સુધીમાં થઈ શકે. આ વરસાદથી ખેતીકામમાં કાંઈ નુકસાન નહીં પહોંચે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ