Vishabd | નવરાત્રિ પછી કંઈક થશે મોટું , અંબાલાલ પટેલેની વાવાઝોડાની આગાહી નવરાત્રિ પછી કંઈક થશે મોટું , અંબાલાલ પટેલેની વાવાઝોડાની આગાહી - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
નવરાત્રિ પછી કંઈક થશે મોટું , અંબાલાલ પટેલેની  વાવાઝોડાની આગાહી

નવરાત્રિ પછી કંઈક થશે મોટું , અંબાલાલ પટેલેની વાવાઝોડાની આગાહી

Team Vishabd by: Akash | 10:27 AM , 06 October, 2024
Whatsapp Group

ગુજરાતીઓની નવરાત્રિ તો વરસાદ વગર સરસ મજાની  નીકળી જશે. પરંતું સાચો ખેલ તો નવરાત્રિ પછી શરૂ થશે તેવી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે ચેતવણી આપી છે.

આ પણ વાંચો : નવરાત્રીમાં વરસાદ લાવશે વિઘ્ન! જાણો હવામાન વિભાગની સાથે અંબાલાલ પટેલની સાત દિવસની ભારે આગાહી

નવરાત્રિ દરમ્યાન આ દિવસોમાં આવશે વરસાદ.

હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે કહ્યું કે, નવરાત્રિમાં 9,10 અને 12 ઓક્ટોબરમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવા કે મધ્યમ વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. તો 12-13 ઓક્ટોબરે દક્ષિણ ભારત, મુંબઈ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમ બનવાની સંભાવના છે. 14-16 ઓક્ટોબર સુધીમાં પશ્ચિમ ભારતના વાદળવાયુ વાતાવરણ રહેશે.

આ પણ વાંચો : ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમો, નહિ આવે વરસાદનું વિઘ્ન, જાણો હવામાન વિભાગની આગાહી

વાવાઝોડા અંગેની મોટી આગાહી

આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે, 17 ઓકોબરે સૂર્ય તુલા રાશિમાં આવતા અરબસાગર અને બંગાળની ખાડીમાં એક વાવવાઝોડું બનવાની સંભાવના છે. આ વાવાઝોડું 19 થી 22 ઓક્ટોબર સુધીમાં વધુ સક્રિય થઈ જશે. અરબી સમુદ્રના દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અસર બતાવશે અને વરસાદ લાવશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસટર્ન ડિસ્ટર્બન્સ સંભાવના રહેતા વાવાઝોડાની દિશા ગુજરાતમાં વરસાદ લાવી શકે છે. જો કે વાવાઝોડું ગુજરાતથી દૂર રહીને કચ્છના ભાગોમાં થઈને પાકિસ્તાન તરફ જઈ શકે અથવા ગુજરાતથી દૂર રહી શકે છે.

તેમણે વધુમાં કહ્યું કે, બંગાળની ખાડીની સિસ્ટમના કારણે દેશના દક્ષિણ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. 16 થી 22 ઓક્ટોબર સુધીમાં  ગુજરાતના મધ્ય અને પૂર્વીય વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા થઇ શકે છે. તો આ દિવસોમાં અમદાવાદ, વડોદરા, પંચમહાલ,હિંમતનગર, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે.

હવામાન નિષ્ણાત આંબલાલ પટેલની મોટી આગાહી

અંબાલાલ પટેલે ખતરાના સંકેત આપતા કહ્યું કે, 10 ઓક્ટોબરે બંગાળાના ઉપસગારના વાવાઝોડાની સંભાવના છે. તો 16 નવેમ્બરથી બંગાળાના ઉપસાગરમા હળવું દબાણ ઉભું થતા 18 નવેમ્બરથી ડિસેમ્બર સુધી ભારે ચક્રવાત ઉભું થઇ શકે. ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લે તે અગાઉ ભારેથી અતિભારે વરસાદના વધુ એક રાઉન્ડની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગામી 27-29 ઓકટોબરના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, હાલની સ્થિતિ મુજબ નવરાત્રિમાં વરસાદની શક્યતા નહિવત્ છે.  

Whatsapp Group
સબંધિત પોસ્ટ