Vishabd | ગુજરાતના હવામાન પર કેવી અસર કરશે આ બે-બે વાવાઝોડા? અંબાલાલ પટેલની મોટી આગાહી ગુજરાતના હવામાન પર કેવી અસર કરશે આ બે-બે વાવાઝોડા? અંબાલાલ પટેલની મોટી આગાહી - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
ગુજરાતના હવામાન પર કેવી અસર કરશે આ બે-બે વાવાઝોડા? અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાતના હવામાન પર કેવી અસર કરશે આ બે-બે વાવાઝોડા? અંબાલાલ પટેલની મોટી આગાહી

Team Vishabd by: Akash | 09:53 AM , 08 October, 2024
Whatsapp Group

અંબાલાલ પટેલની વરસાદની મોટી આગાહી

હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, 12 ઓક્ટોબર સુધી રોજ મોટો પલટો આવી શકે! અને ગુજરાતના કોઈ-કોઈ વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે. ગુજરાતમાં હાલ વરસાદનું વાતાવરણ નથી. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી નૈઋત્યનું ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે. તો બીજી બાજુ ઓડિશા, આસામ, મેઘાલય, તટીય કર્ણાટકના વિસ્તારો, કર્ણાટકના દક્ષિણ ભાગો, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે. આવી પરિસ્થિતિમાં હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે, ઓક્ટોબર મહિનામાં હવામાનમાં ફેરફાર થશે અને વરસાદની પણ સંભાવનાઓ છે.

આ પણ વાંચો : ગુજરાતમાં વરસાદ અને ગરમીની તીવ્રતા કેવી રહેશે? હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીની નવી આગાહી

હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે, 12 ઓક્ટોબર સુધી રોજ હવામાનમાં મોટો પલટો આવશે અને ગુજરાતના કોઈ-કોઈ વિસ્તારોમાં હળવો વરસાદ પડશે.

આ પણ વાંચો : નવરાત્રી વચ્ચે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી, જાણો શું છે વાવાઝોડાની આગાહી

અંબાલાલ પટેલની બે-બે વાવાઝોડાની આગાહી

હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ વધુમાં જણાવ્યું છે કે, “સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં વાવાઝોડાં બંગાળના ઉપસાગરમાં બનતાં હોય છે. પરંતુ ચાલુ વર્ષે ઓક્ટોબર મહિનામાં અરબ સાગરમાં પણ વાવાઝોડું બનવાની સંભાવના રહેશે. હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે જણાવ્યું કે, “12 ઓક્ટોબર સુધીમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને 12 થી 18 ઓક્ટોબરના વાવાઝોડું ઉત્પન્ન થવાની શક્યતા છે. આ વાવાઝોડાનો માર્ગ ઓમાન તરફ રહેતો હોય છે. પરંતુ ઓમાન તરફનો માર્ગ રહેવાની સંભાવના ઘટી છે. પરંતુ જેટ ધારાના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર માર્ગ થઈને કચ્છના વિસ્તારોમાં થઈ પાકિસ્તાન તરફનો માર્ગ રહેવાની સંભાવના છે.

આ સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં 22 ઓક્ટોબરથી વાવાઝોડું ઉત્પન્ન થશે અને વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે. જોકે જાણ્યા અજાણ્યાના કારણે વાવાઝોડાં બન્યા કરશે.

હવે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદ પડશે?

હવામાન ખાતાના અમદાવાદ કેન્દ્રના જણાવ્યા મુજબ, ગુજરાતમાં 13મી તારીખ સુધીમાં ક્યાંય પણ ભારે વરસાદની કોઈ પણ આગાહી નથી. આખા રાજ્યનું વાતાવરણ સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

દેશમાં વરસાદની વાત કરીએ તો, ચોમાસાના અંતમાં કેટલાક રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ઓડિશા, આસામ, મેઘાલય, તટીય કર્ણાટકના વિસ્તારો, કર્ણાટકના દક્ષિણ ભાગો, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળ, માહે, તમિલનાડુ, કર્ણાટક અને લક્ષદ્વીપમાં 8 અને 9 ઓક્ટોબરે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ