હવામાન ખાતાની આ આગાહી વાંચીને ખેલૈયાઓમાં ઉત્સાહ ફેલાઇ જશે. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ કેવા રહેશે તે અંગેની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : નવરાત્રીના બીજા દિવસે ક્યાં વરસાદની આગાહી? જાણો અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં હાલ નૈઋત્યના ચોમાસાની વિદાય ચાલી રહી છે. ત્યારે હાલ કોઈપણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી કોઈ આગાહી નથી. હવામાન ખાતાની આ આગાહી સાંભળીને ખેલૈયાઓમાં ઉત્સાહ ફેલાઈ જશે. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ કેવા રહેશે તે અંગેની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : નવરાત્રિમાં ખેલૈયાઓ ખુશીથી ઝૂમી ઉઠશે! હવામાન ખાતાની નવી આગાહી
Team Vishabd by: Akash | 05:09 PM
હવામાન ખાતાના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આજની તેમની આગાહી મુજબ જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી સાત દિવસ માટે વાતાવરણ સુકું રહેશે. જેમાં વરસાદનું કોઈ એલર્ટ નથી. ઉત્તર ગુજરાતમાં પણ આવી જ પરિસ્થિતિ રહેવાની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે.
હવામાન ખાતાના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે તાપમાન અંગેની આગાહી કરતા જણાવ્યું છે કે, આજે અમદાવાદમાં 34.2 ડિગ્રી અને ગાંધીનગરમાં 33.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ બંને શહેરોમાં આગામી 24 કલાકમાં વરસાદની આગાહી નથી. આખા રાજ્યમાં બે-ત્રણ દિવસ સુધી તાપમાન યથાવત્ રહેશે જે બાદ તાપમાનમાં વધારો જોવા મળી શકે છે.
હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં કે તેની આસપાસ વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ એક્ટિવ નથી. આવનારા દિવસોમાં વરસાદના વિદાય માટેની પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
આ સાથે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 5 ઓક્ટોબરના રોજ વાતાવરણમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થશે. તેમજ વડોદરાના અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે. 7 થી 12 ઓક્ટોબરના રોજ મોટો પલટો આવશે અને ગુજરાતના કોઈ-કોઈ વિસ્તારમાં હળવો વરસાદ પડશે.