રાજ્યનાં હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, સૌરાષ્ટ્રનાં દક્ષિણ વિસ્તારોમાં વરસાદી ઝાપટાની સંભાવનાં હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગરમાં વરસાદની શક્યતા છે. ઓક્ટોબર મહિનામાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
રાજ્યમાં વરસાદને લઇને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. નવરાત્રી દરમ્યાન દક્ષિણ ગુજરાત- સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. તો નવરાત્રી દરમિયાન 3થી 5 ઓક્ટોબર સુધી વરસાદ પડી શકે છે. 7થી 12 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઇ છે. દક્ષિણ સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 5 ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ રહેશે. સાથે સાથે નવરાત્રિ દરમિયાન સામાન્ય વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રનાં અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. જેમાં જૂનાગઢનાં અમરેલી, ભાવનગરનાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે.
હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ પડશે
5 ઓક્ટોમ્બરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. તેમજ તા. 10 ઓક્ટોબર થી તા. 13 ઓક્ટોબર દરમ્યાન બંગાળનાં ઉપ સાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે. તેમજ નવરાત્રી દરમ્યાન છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ છે.